Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના શ્યામ કિરણ પાર્કમાં રહેણાક મકાનમાં SOGનો દરોડો:શાકભાજી વેચતો શખસ રૂ. 500 અને 100ના દરની નકલી નોટ સાથે ઝડપાયો

    1 day ago

    રાજકોટમાં અગાઉ શાકભાજી વેચવા અને ડ્રાઇવિંગનું કામ કરતો યુવાન ઘરમાં બનાવટી ચલણી નોટો છાપતો ઝડપાયો છે. શખસ ઈન્સ્ટાગ્રામ-ટેલિગ્રામના માધ્યમથી નકલી નોટો બનાવતા શીખ્યો હતો. SOG અને DCBની ટીમે શ્યામ કિરણ પાર્ક શેરી નં.3માં હિંગળાજ પ્રોવિઝન સ્ટોર સામેના રહેણાક મકાનમાં દરોડો પાડી શખ્સને ઝડપી લીધો છે, દરોડા દરમિયાન રૂ.100ના દરની 216 અને રૂ.500ના દરની 3 બનાવટી નોટ મળી કુલ 219 નોટ ઉપરાંત નોટો બનાવવા ઉપયોગમાં લેવાતો પ્રિન્ટર-સ્કેનર સહિત કુલ રૂ.65,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની સંયુક્ત ટીમને મળેલી બાતમીના આધારે 28 સપ્ટેમ્બરે શ્યામ કિરણ પાર્ક શેરી નં.3માં હિંગળાજ પ્રોવિઝન સ્ટોર સામેના રહેણાક મકાનમાં દરોડો પાડી કિશન ભૂપેન્દ્રભાઈ સોલંકી (ઉ.વ.30)ને ઝડપી લીધો હતો. મકાનમાંથી કેનનનું પ્રિન્ટર કમ સ્કેનર, HPનું પ્રિન્ટર, લેમિનેટર હીટર મશીન, IVOOMIનું CPU, મોનિટર, બટર પેપર તથા રૂ.100ની પ્રિન્ટવાળા 28 કાગળો અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ મળ્યો હતો. શખસ વિરુદ્ધ DCB પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં કિશન અગાઉ શાકભાજી વેચવાનો અને ડ્રાઈવિંગ કામનો ધંધો કરતો હતો. તેની સામે અગાઉ રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો તથા A-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું પણ સામે આવ્યું છે. દીપકે 10 હજાર નકલી નોટો સામે અસલી રૂ.3 હજાર આપવાનો અનેકને વાયદો કર્યો હતો કિશનના જણાવ્યા મુજબ ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવેલા દીપક બારફા સીરવીએ તેને નકલી નોટો બનાવવા શીખવ્યા બાદ 10 હજારની નકલી નોટ આપવાના બદલામાં અસલી રૂ.3 હજાર આપવાનું કહ્યું હતું. આથી કિશને નકલી નોટો બનાવવાનું શરૂ કર્યું હતું. જોકે નોટો ક્યાં અને કોને આપવાની હતી તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. જાણો, કઈ રીતે શીખ્યો નકલી નોટો બનાવતા પોલીસ સમક્ષ કિશને રટણ કર્યા અનુસાર, છ માસ પહેલાં તેણે ઈન્સ્ટાગ્રામમાં એક રીલ જોઈ હતી, રીલમાં વ્યક્તિ ભારતીય બનાવટની નકલી નોટો બનાવવાની ટૂંકી પદ્ધતિ જણાવી રહ્યો હતો. વધુ જાણવા માટે સંપર્ક કરવાનું પણ જણાવ્યું હતું. દોઢ માસ સુધી સતત મેસેજ કર્યા બાદ ઈન્સ્ટાગ્રામમાં રીલ મૂકનાર શખ્સે તેનો સંપર્ક કર્યો અને કોલમાં વાત કરી હતી. ત્યારબાદ તેણે કહ્યાનુસાર કિશને કાગળો અને પ્રિન્ટર જેવા સાધનો વસાવ્યા હતા. ઈન્સ્ટાગ્રામમાં સંપર્ક થયો તે શખસનું નામ દીપક બારફા સીરવી હતું. આ દીપક મૂળ એમપીનો રહેવાસી હતો અને તેણે કિશનને ટેલિગ્રામમાં વીડિયોની ફાઈલ મોકલવાનું શરૂ કર્યું હતું. તેના માટેની યુવકે ફોટોશોપ જેવી વિવિધ એપ્લિકેશનનો પણ ઉપયોગ કર્યો હતો. અનેક પ્રયાસો બાદ મહિનાઓ વીતી ગયા પછી કિશન નકલી નોટ બનાવતા શીખી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ‎:પર્સનું બિલ પત્નીના હાથમાં આવી જતાં પાઇલટ પતિએ કહ્યું, ‘આ તારી ગિફ્ટ છે’, જોકે એ પર્સ તો પતિની ગર્લફ્રેન્ડ પાસે હતું
    Next Article
    કર્મચારીઓ આર્થિક સંકડામણમાં:ખંભાલિડા ગુફા અને બૌદ્ધ વિહાર પ્રવાસનના 7 કર્મચારીઓ 6 મહિનાથી પગારવિહોણા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment