Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:પર્સનું બિલ પત્નીના હાથમાં આવી જતાં પાઇલટ પતિએ કહ્યું, ‘આ તારી ગિફ્ટ છે’, જોકે એ પર્સ તો પતિની ગર્લફ્રેન્ડ પાસે હતું

    23 hours ago

    ગર્લફ્રેન્ડ માટે પતિએ રૂ.7 હજારનું પર્સ ખરીદ્યું હોવાનો પત્નીને પર્સનું બિલ મળ્યા બાદ પતિએ પર્સ એનિવર્સરી ગિફ્ટ હોવાનું કહ્યું હતું, પરંતુ બાદમાં એ જ પર્સ અન્ય યુવતી પાસે જોવા મળતાં પત્નીને પતિના પરસ્ત્રી સાથેના સંબંધની શંકા ગઈ હતી. પ્રેમિકાના જન્મદિવસે પતિ વીડિયો કોલમાં વાત કરતાં ઝડપાતાં ફરી ઝઘડો થયો અને મારકૂટ કરી હતી. આ મામલે મહિલાએ પતિ અને સાસુ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે અક્ષર માર્ગ, ચિત્રકૂટ ધામ સોસાયટીમાં રહેતાં કિંજલબેન અનિકેતસિંહ સોલંકી (ઉ.વ.37)એ પતિ અનિકેતસિંહ સોલંકી (ઉ.વ.37) અને સાસુ ભારતી સોલંકી (ઉ.વ.65) વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ પતિ ખાનગી એરલાઇન્સમાં પાઇલટ છે. લગ્નજીવનમાં બે પુત્રો છે, જે હાલ પતિ પાસે છે. લગ્ન બાદ શરૂઆતમાં સંસાર સારો ચાલ્યો હતો. સંતાન માટે IVFની સારવારનો ખર્ચ પણ પિતાએ કર્યો હતો. બાદમાં પતિ-સાસુ દહેજની માગણી કરતા હતા. પત્ની પ્રેગ્નન્ટ થઈ ત્યારે પતિ છૂટાછેડા લેવા માગતો હોવાની વાત સાંભળી પિતાને જાણ કરતાં ઝઘડો થયો હતો. એક વખત પતિ અન્ય સ્ત્રી સાથે મેસેજમાં વાત કરતા ઝડપાતાં મારકૂટ થઈ હતી. જુલાઈ 2023માં પતિને પાઇલટની નોકરી મળ્યા બાદ ફેબ્રુઆરી 2024માં અન્ય સ્ત્રી સાથે અફેરની શંકા ગઈ હતી. વર્ષ 2025માં પતિના વોલેટમાંથી રૂ.7 હજારના પર્સનું બિલ મળ્યું હતું. પૂછતાં પતિએ એનિવર્સરી ગિફ્ટ હોવાનું કહ્યું હતું. બાદમાં મિત્રના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એ જ પર્સ પલક જોષી નામની યુવતી પાસે જોવા મળતાં શંકા વધુ ઘેરી બની હતી. ફરિયાદ મુજબ પતિ પલક સાથે બહાર ફરવા પણ જતા હતા. જે બાબતે ઝઘડો થતાં મહિલાએ પોલીસમાં અરજી કરી હતી. 17 મેના પલકના જન્મદિવસે પતિ તેની સાથે વીડિયો કોલમાં વાત કરતા પત્નીએ જોઈ લીધું અને ફરી મારકૂટ થઈ. મહિલાએ સિક્યુરિટી ગાર્ડના ફોનથી પલક સાથે વાત કરી હતી. બીજા દિવસે પતિ-સાસુની હાજરીમાં પલકને ફોન કરતાં તેણે હવે વાત નહીં કરે તેમ કહ્યું હતું. ત્યારે સાસુએ, “એ તો સાથે કામ કરતા હોય એટલે વાતચીત કરવી પડે’ તેમ કહી પુત્રનો બચાવ કર્યો હતો, પરંતુ ફરી પતિ ગર્લફ્રેન્ડ સાથે વાત કરતા ઝડપાયો હતો. 18 ઓગસ્ટે પિતા લેવા આવ્યા ત્યારે પરિણીતા પહેરેલ કપડે પિયર આવી ગઈ હતી. ત્યારબાદ સમાધાનનો પ્રયાસ ન થતાં 24 સપ્ટેમ્બરે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં દરિયામાં ડૂબતી ગાયને યુવાનોએ બચાવી:ખારવા સમાજના ગૌ સેવકોએ જીવના જોખમે દરિયામાં કૂદી દોરડાથી બહાર કાઢી
    Next Article
    રાજકોટના શ્યામ કિરણ પાર્કમાં રહેણાક મકાનમાં SOGનો દરોડો:શાકભાજી વેચતો શખસ રૂ. 500 અને 100ના દરની નકલી નોટ સાથે ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment