Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કર્મચારીઓ આર્થિક સંકડામણમાં:ખંભાલિડા ગુફા અને બૌદ્ધ વિહાર પ્રવાસનના 7 કર્મચારીઓ 6 મહિનાથી પગારવિહોણા

    1 day ago

    કાગવડ નજીક આવેલી 1800 વર્ષ જૂની ઐતિહાસિક ખંભાલિડા ગુફા અને રૂ.16 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા બૌદ્ધ વિહારની જાળવણી કરતા કર્મચારીઓ છેલ્લા ચારથી છ મહિનાથી પગાર વિના કામ કરવા મજબૂર બન્યા છે. રાજકોટ વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે સફાઈ કામદારોનો 4 મહિનાથી અને સિક્યુરિટી ગાર્ડનો 6 મહિનાથી પગાર થયો નથી, જેને પગલે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ અને તેમની કચેરીની વહીવટી કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ મામલે ગોંડલ સરપંચ સહિત પગારવિહોણા કર્મચારીઓએ ગોંડલ પ્રાંત અધિકારી પી.ડી. વાંદાને ધારદાર રજૂઆત કરી છે. ખંભાલિડાના સરપંચ ઓમદેવસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, બૌદ્ધ ગુફા ખાતે ફરજ બજાવતા 3 સફાઈ કામદારોનો 4 મહિનાનો આશરે રૂ.60 હજારનો પગાર અટવાઈ ગયો છે. આ સફાઈ કામદારોનો પગાર લોકમેળા અમલીકરણ સમિતિમાંથી કરવાનો હોય છે. ચાર સિક્યુરિટી ગાર્ડનો અંદાજે રૂ.2.16 લાખથી વધુનો પગાર બાકી છે. બીજી તરફ, પ્રવાસન વિભાગ દ્વારા આ સ્થળની જાળવણી માટે રૂ.20 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે અને તે ગ્રાન્ટ આયોજન શાખા પાસે પડી છે. આમ છતાં, આ રકમ ગોંડલ પ્રાંત કે મામલતદારના ખાતામાં જમા કરવામાં ન આવતા વહીવટી તંત્રનું ગાડું “ધકેલ પંચા દોઢસો’ની જેમ ચાલી રહ્યું છે. નોંધનીય છે કે, સરકાર માટે બૌદ્ધ વિહાર પ્રવાસન સ્થળ “ધોળા હાથી’ સમાન પુરવાર થઈ રહ્યું છે, કારણ કે આ સ્થળેથી આવક નહિવત છે અને ખર્ચ વધી રહ્યો છે. વહીવટી તંત્રની નિરસતાને કારણે આર્થિક સંકડામણ ભોગવી રહેલા સફાઈ અને સુરક્ષા કર્મચારીઓએ આખરે આ ઐતિહાસિક અને પ્રવાસન સ્થળને રામભરોસે મૂકી દેવાની ચીમકી આપી છે. કલેક્ટરની સહીના અભાવે ગ્રાન્ટ ફાળવણી અટકી જિલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણીનું કહેવું છે કે, પ્રવાસન વિભાગ તરફથી રૂ.20 લાખની ગ્રાન્ટ મળેલી છે. આ ગ્રાન્ટ ગોંડલ પ્રાંત અથવા મામલતદારને સોંપણી કરવા માટેની ફાઈલ રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશના ટેબલે સહી માટે પડી છે. કલેક્ટર સહી કરી દેશે એટલે ગ્રાન્ટ બેંક ખાતામાં ચૂકવી દેવાશે. આ ગ્રાન્ટમાંથી જે તે કમિટીએ બૌદ્ધ વિહાર પ્રવાસન સ્થળનું સંચાલન કરવાનું રહેશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના શ્યામ કિરણ પાર્કમાં રહેણાક મકાનમાં SOGનો દરોડો:શાકભાજી વેચતો શખસ રૂ. 500 અને 100ના દરની નકલી નોટ સાથે ઝડપાયો
    Next Article
    સિટી એન્કર:બહારગામ અગ્નિદાહ અપાયો હોય તો પણ ફાયરમાં નોંધણી ફરજિયાત, નહિ તો મનપામાંથી મરણનો દાખલો નહીં મળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment