Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:બહારગામ અગ્નિદાહ અપાયો હોય તો પણ ફાયરમાં નોંધણી ફરજિયાત, નહિ તો મનપામાંથી મરણનો દાખલો નહીં મળે

    1 day ago

    રાજકોટમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને વતનમાં અંતિમવિધિ કરવાની હોય ત્યારે ઘરે મરણ થયા બાદ ફાયર બ્રિગેડમાં નોંધણી ન કરાવતાં અનેક લોકોના મરણના દાખલા અટક્યા છે. આ માટે કોર્ટમાંથી હુકમ મેળવવા માટે અરજદારોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ મનપાની હદમાં વસવાટ કરતાં કોઈ પણ પરિવારમાં સ્વજનનું ઘરે મરણ થાય ત્યારે ડૉક્ટર દ્વારા મૃત્યુની ખરાઈ કરવામાં આવે છે. ત્યારબાદ અનેક પરિવારો પોતાના વતનમાં એટલે કે ગામમાં અંતિમવિધિ કરતા હોય છે, પરંતુ રાજકોટ મનપાના ફાયર વિભાગમાં મરણ જનારની નોંધ કરાવવાનું ભૂલી જાય છે અથવા જાણકારીના અભાવે નોંધ થતી નથી. પરિણામે જ્યારે મરણના દાખલાની જરૂરિયાત ઊભી થાય ત્યારે મનપાના જન્મ-મરણ વિભાગમાંથી દાખલો મળતો નથી અને અરજદારો પરેશાન થઈરહ્યા છે. જન્મ-મરણ વિભાગના જણાવ્યા મુજબ, રાજકોટ શહેરમાં ઘરે મૃત્યુ થયું હોય ત્યારે ડૉક્ટર સર્ટિફિકેટ કાઢી આપે છે. તેના આધારે ફાયર વિભાગમાં નોંધણી કરાવ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવે તો સ્મશાન ખાતેથી આપોઆપ તેની નોંધ જન્મ-મરણ વિભાગમાં થઈ જાય છે અને મરણનો દાખલો આસાનીથી મળી જાય છે, પરંતુ રાજકોટના બદલે વતનના ગામમાં અંતિમવિધિ કરવાના કિસ્સામાં ફાયરમાં નોંધણી ન હોવાથી દાખલો અટકી જાય છે. તબીબનું સર્ટિફિકેટ હોય ત્યાર પછી સ્થાનિક કે બહારગામ અંતિમવિધિ કરવાની હોય તો પણ જરૂરી દસ્તાવેજો સાથે નજીકના ફાયર સ્ટેશનમાં નોંધ કરાવવી ફરજિયાત છે. તેનાથી ફાયરની નોંધણી સાથોસાથ જન્મ-મરણ વિભાગમાં પણ નોંધ થઈ જાય છે અને અરજદારને મરણનો દાખલો કચેરીએથી સરળતાથી મળીરહે છે. એક વર્ષ બાદ કોર્ટમાંથી હુકમ લેવો પડશે જન્મ-મરણ વિભાગના જણાવ્યા મુજબ, કોઈ વ્યક્તિના મરણ બાદ રાજકોટમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હોય અને ફાયર વિભાગમાં નોંધ થઈ હોય છતાં મૃત્યુના દિવસથી 1 વર્ષની અંદર મરણનો દાખલો મેળવી લેવાનો રહેશે. ત્યારબાદ દાખલો કઢાવવા માટે કોર્ટમાંથી હુકમ મેળવવો પડશે, આથી સમયસર મરણનો દાખલો મેળવી લેવાઅનુરોધ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    કર્મચારીઓ આર્થિક સંકડામણમાં:ખંભાલિડા ગુફા અને બૌદ્ધ વિહાર પ્રવાસનના 7 કર્મચારીઓ 6 મહિનાથી પગારવિહોણા
    Next Article
    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:ભાજપ આગેવાને સૂચિતમાં 4 માળનું બિલ્ડિંગ બનાવ્યું, ડિમોલિશનની નોટિસને 8 માસ વીત્યા છતાં મનપા મૌન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment