Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં SOGનો સપાટો:મોતીતળાવ રોડ પર એક્ટિવાની ડિક્કીમાંથી નશાકારક કફ સીરપની 50 બોટલો ઝડપાઈ, 3 શખસો સામે NDPS હેઠળ ગુનો

    10 hours ago

    ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં નશાકારક કફ સીરપના વેચાણ પર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. SOG સ્ટાફ સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, મોતીતળાવ રોડ પર ભુરાણી પેટ્રોલ પંપ પાસે, સોફિયા એન્ટરપ્રાઇઝ નામના ડેલા નજીક એક શખ્સ નંબર પ્લેટ વિનાના એક્ટિવાની ડિક્કીમાં નશાકારક કફ સીરપનો જથ્થો રાખી તેનું છૂટક વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે ટીમે તાત્કાલિક દરોડો પાડી સ્થળ પરથી સજ્જાદ રફીકભાઈ કાઝી નામના શખ્સને ઝડપી લીધો હતો. એક્ટિવાની ડિક્કીમાંથી કોડેઇન યુક્ત સીરપ અને વાહન સહિત ₹48 હજારનો મુદ્દામાલ જપ્ત પોલીસે અટકાયત કરાયેલા સજ્જાદ કાઝીના નંબર પ્લેટ વગરના એક્ટિવાની તલાશી લેતાં તેની ડિક્કીમાંથી કોડેઇન ફોસ્ફેટના ઘટક તત્વો ધરાવતી પ્રતિબંધિત કફ સીરપની 50 બોટલો મળી આવી હતી. SOG ટીમે નશાકારક કફ સીરપની બોટલો, ગુનામાં વપરાયેલું એક્ટિવા તેમજ એક મોબાઇલ ફોન સહિત કુલ ₹48,000નો મુદ્દામાલ સ્થળ પરથી કાયદેસર રીતે જપ્ત કર્યો હતો. કુંભારવાડાના મોહિન મીરા પાસેથી જથ્થો મંગાવ્યાની કબૂલાત ઝડપાયેલા આરોપી સજ્જાદ કાઝીની પ્રાથમિક પૂછપરછ કરતાં તેણે કબૂલાત આપી હતી કે, તેણે કુંભારવાડાના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા મોહિન આરીફભાઈ મીરા પાસે આ કફ સીરપનો જથ્થો મંગાવ્યો હતો. જેથી મોહિને તેના માણસ બાબુ ઉર્ફે એ.બી. સાથે આ 50 બોટલો મોકલાવી આપી હતી. આ બોટલો બજારમાં ઊંચા ભાવે વેચીને તેના પૈસા મોહિનને ચૂકવવાના હતા. બોરતળાવ પોલીસ મથકમાં 3 શખ્સો સામે NDPS એક્ટ હેઠળ ગુનો કફ સીરપના ગેરકાયદે વેચાણ અને હેરાફેરીના આ નેટવર્કનો પર્દાફાશ કરી SOG સ્ટાફે પકડાયેલા સજ્જાદ રફીકભાઈ કાઝી, જથ્થો મોકલનાર મોહિન આરીફભાઈ મીરા તેમજ બોટલોની ડિલિવરી આપવા આવેલા બાબુ ઉર્ફે એ.બી. એમ ત્રણેય શખ્સો વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં એનડીપીએસ (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. હાલ પોલીસે ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા અને આ નશાકારક જથ્થો મૂળ ક્યાંથી લવાયો હતો તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં ધોળે દહાડે લૂંટ:રાયસણમાં નિવૃત શિક્ષિકાને બાનમાં લઈ સિકયુરિટી ગાર્ડ સહિત ત્રણ લૂંટારૂઓ 1.30 લાખનું મંગળસૂત્ર લુંટી ફરાર
    Next Article
    બેઢીયા ગામે પશુપાલન શિક્ષણ શિબિર યોજાઈ:સાંસદ રાજપાલ જાધવ અને જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment