Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પી.પી.જી. હાઈસ્કૂલમાં ઝવેરચંદ મેઘાણીની 130મી જન્મજયંતી ઉજવાઈ:ગુજરાતી ભાષાવર્તુળ દ્વારા રાષ્ટ્રીય શાયરને શબ્દાંજલિ અર્પણ કરાઈ

    7 hours ago

    પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં ગુજરાતી ભાષાવર્તુળ દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 130મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મેઘાણીજીની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ડૉ. ઝેડ. એન. સોઢાએ પોતાના વક્તવ્યમાં મેઘાણીજીને શબ્દાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, મેઘાણીજી માત્ર સાહિત્યકાર નહોતા, પરંતુ ગુજરાતની અસ્મિતા અને શૌર્યના સાચા વાહક હતા. તેમના સાહિત્યમાં ગુર્જરધરાનો સાચો ધબકાર સંભળાય છે. શાળાના ભાષાશિક્ષક મહેશભાઈ ઠાકોરે મેઘાણીજીને યુગદૃષ્ટા અને ગુજરાતના આત્માને ઓળખનારા તેમજ તેના ધબકારને શબ્દબદ્ધ કરનારા સાચા લોકહૃદયના ગાયક કહ્યા હતા. તેમણે લોકજીવનની ધબકતી સંવેદનાઓને પોતાની કલમથી સાહિત્યના અફાટ આકાશમાં અમર સ્થાન અપાવ્યું છે.આયુષી દેસાઈ, કૃપા વાઘેલા અને સુનિતા ઠાકોરે મેઘાણીજીના જીવન અને સર્જન પર ઊંડો પ્રકાશ પાડ્યો હતો. ફેની મોદી, તન્વી પ્રજાપતિ, વીરા પટેલ, જાહ્નવી પ્રજાપતિ, પૂર્વી પટેલ અને શાળાના ક્લાર્ક વિપુલભાઈએ મેઘાણીજીની અમર રચનાઓ જેવી કે ‘અષાઢી સાંજના અંબર ગાજે’, ‘આભમાં ઝીણી ઝબૂકે વીજળી’, ‘આસો માસો શરદપૂનમની રાત’, ‘એક ઝાડ માથે ઝૂમકડું’, ‘જનનીનાં હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ’, ‘આભમાં ઊગેલ ચાંદલોને જીજાબાઈને આવ્યા બાળ રે...’ ગીતોની પ્રસ્તુતિ કરી વાતાવરણમાં તાજગી પ્રસરાવી હતી. શાળાના ભાષાશિક્ષક ડૉ. દાનેશ મોદીએ ‘ચારણકન્યા’ ગીતનું સર્જન કેવા સંજોગોમાં થયું તેની જાણકારી આપી કાવ્યનું ગાન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ‘દીકરો’ લોકકથાનું રસપાન પણ કરાવ્યું હતું. આ ઉજવણીનો મુખ્ય આશય વિદ્યાર્થીઓમાં ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકાર પ્રત્યે રસ-રુચિ વધારવાનો હતો, જે સાર્થક થયો હતો. NGES કેમ્પસના સંચાલક ડૉ. જય ધ્રુવ સાહેબે પણ મેઘાણીજીને સ્મરણાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે મેઘાણી એક સાહિત્યનો ધબકાર છે. કાર્યક્રમના અંતે દીક્ષિતભાઈ પ્રજાપતિએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન ડૉ. દાનેશ મોદીએ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    'સોશિયલ મીડિયા પરનો ખુલાસો માન્ય નહીં ગણાય':સિન્ડિકેટ રિપોર્ટ બાદ હાઇકોર્ટના પૂર્વ જજ નીરજા ગુપ્તા કેસની તપાસ કરશે, કમિટી 3 મહિનામાં યુનિવર્સિટીને રિપોર્ટ સોંપશે
    Next Article
    કાર પાર્ક કરવા બાબતે બે પાડોશીઓનો સામસામે હુમલો:CCTV તોડ્યા, બારીઓના કાચ ફોડ્યા; 14 વર્ષીય બાળકી સહિત 6 ઘાયલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment