Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરિપરનો શખ્સ ગેરકાયદે દેશી બંદૂક સાથે ઝડપાયો:SOG પશ્ચિમ કચ્છે ધુનારાજા ડેમ નજીકથી પકડ્યો

    9 hours ago

    પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદે હથિયારો વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત SOG પશ્ચિમ કચ્છ-ભુજની ટીમે એક વ્યક્તિને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ધુનારાજા ડેમ નજીક હરિપર ગામની સીમમાંથી કરવામાં આવી હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે SOG ટીમે ધુનારાજા ડેમ નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ હિલચાલ જણાતા એક વ્યક્તિને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન તેની પાસેથી કોઈપણ કાયદેસર પરવાનગી વિનાની દેશી બનાવટની મજલ લોડ બંદૂક મળી આવી હતી. પોલીસે તાત્કાલિક હથિયાર જપ્ત કરી આરોપીની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે આશરે રૂ. 2,000ની કિંમતનું દેશી અગ્નિશસ્ત્ર અને રૂ. 5,000ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂ. 7,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપીની ઓળખ હરિપર ગામના રહેવાસી 35 વર્ષીય હરેશ જુસા કોલી તરીકે થઈ છે. પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું, તેનો ઉપયોગ કયા હેતુસર થવાનો હતો અને તેમાં અન્ય કોઈ વ્યક્તિ કે ગેંગની સંડોવણી છે કે કેમ, તે સહિતના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જિલ્લામાં ગેરકાયદે હથિયારો સામેની સતત કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    શહેરના 189 ગાર્ડનમાં સીસીટીવી કેમેરા નથી:સ્માર્ટ સિટીમાં સ્માર્ટ કેમેરા બંધ!, ઇ ગવર્નન્સ વિભાગને પત્ર લખ્યા બાદ પણ છ મહિના સુધી કાર્યવાહી નહીં
    Next Article
    દારૂના અડ્ડા અને ભૂમાફિયાઓ સામે ગાળો બોલવાની તારીખ જાહેર કરો:ખેડૂતને ગાળો આપનાર ભાજપ ધારાસભ્ય પર આપ-નેતા પ્રવીણ રામના પ્રહાર; દારૂના અડ્ડા અને ખનિજ માફિયાઓ સામે 'રૂટિન ગાળો' બોલવાની તારીખ જાહેર કરવા પડકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment