Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂના અડ્ડા અને ભૂમાફિયાઓ સામે ગાળો બોલવાની તારીખ જાહેર કરો:ખેડૂતને ગાળો આપનાર ભાજપ ધારાસભ્ય પર આપ-નેતા પ્રવીણ રામના પ્રહાર; દારૂના અડ્ડા અને ખનિજ માફિયાઓ સામે 'રૂટિન ગાળો' બોલવાની તારીખ જાહેર કરવા પડકાર

    8 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના માંગરોળ વિસ્તારના જામવાળી ગામે આવેલા પુલના નિરીક્ષણ અને ડિમોલેશન અર્થે ગયેલા ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાનો સરકારી અધિકારીઓની હાજરીમાં જ એક અરજદાર અને ખેડૂતને ભૂંડી ગાળો આપી અપમાનિત કરવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે સ્પષ્ટતા કરતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે ડેપ્યુટી કલેક્ટરે ૧ મીટર પુલ બનાવવાની મંજૂરી આપી હતી પરંતુ અરજદારે 3 થી 4 મીટરનો પુલ બનાવી દેતાં જાળી-ઝાંખરા ભરાઈને 200 થી 300 વીઘા જમીનમાં પાણી ભરાઈ જતું હતું. આથી કલેક્ટરના આદેશથી તંત્ર સાથે સ્થળ તપાસ અને કામગીરી માટે ગયા હતા, જ્યાં સામેવાળી વ્યક્તિ બોલવા લાગતા તેમણે આ શબ્દો કહેવા પડ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ આ શબ્દો પોતાના વિસ્તારના 'રૂટિન શબ્દ' હોવાનો બચાવ પણ કર્યો હતો. ​આ સમગ્ર મુદ્દે ખેડૂત નેતા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ પ્રવીણ રામે ધારાસભ્યને આડેહાથ લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે માંગરોળમાં આમ આદમી પાર્ટીના નેતા પીયૂષ પરમારે પોતાના તાલુકા પંચાયતના કાર્યકાળ દરમિયાન ખેડૂતોના હિત માટે જે પુલ બનાવ્યો હતો, તેને તોડવા માટે ધારાસભ્ય આખો તંત્રનો કાફલો લઈને પહોંચી ગયા હતા. હકીકતમાં ધારાસભ્યનું કામ નવા પુલ બનાવવાનું હોય, પરંતુ તેઓ તો બનેલો પુલ તોડવા પહોંચી ગયા અને ત્યાં ખેડૂતોને ગાળો આપી. ધારાસભ્યના 'રૂટિન શબ્દ' વાળા નિવેદન સામે સવાલ ઉઠાવતા તેમણે ઉમેર્યું હતું કે સંસ્કારોથી ભરેલા ગુજરાતમાં જનપ્રતિનિધિઓ માટે ગાળો આપવી ક્યારથી રૂટિન થઈ ગઈ? જોકે ભાજપમાં ભ્રષ્ટાચાર, ગાળો આપવી, દબાવી દેવું અને રોફ જમાવવો એ ખરેખર રૂટિન બની ગયું છે. ​પ્રવીણ રામે ધારાસભ્યને સીધા બે સવાલો સાથે બે ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમણે પડકાર ફેંકતા કહ્યું હતું કે જો ગાળો આપવી તમારા માટે 'રૂટિન' જ હોય, તો તમારા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ પર તમે કઈ તારીખે અને કેટલા વાગે તંત્રને લઈને આ 'રૂટિન ગાળો' બોલવા જશો તે જાહેર કરો. આ ઉપરાંત તમારા જ વિસ્તારમાં બેફામ બનેલા ખનિજ માફિયાઓ અને ગેરકાયદેસર ચાલતી પથ્થરની ખાણો સામે તંત્રને સાથે રાખીને ક્યારે 'રૂટિન ગાળો' બોલવા જવાના છો તેની પણ ચોક્કસ તારીખ અને સમય આપો, જેથી અમે પણ તમારો સપોર્ટ કરવા માટે સ્થળ પર આવી શકીએ. ​ગુજરાતના ખેડૂતો સામે લાલ આંખ કરવી અને પોતાના વિસ્તારના દારૂના અડ્ડાઓ તેમજ ખનિજ માફિયાઓ સામે આંખ આડા કાન કરવા જેવી બેવડી નીતિ હવે નહીં ચાલે. જો ધારાસભ્ય અડ્ડાવાળા અને ખનિજ માફિયાઓ સામે જઈને 'રૂટિન ગાળો' બોલવાની તારીખ અને સમય જાહેર ન કરી શકે, તો તેમણે ગુજરાતના તમામ ખેડૂતોની બિનશરતી માફી માંગવી જોઈએ. જો ખેડૂતોની માફી માંગવામાં નહીં આવે, તો આવનારા સમયમાં અને આગામી ચૂંટણીમાં ગુજરાતનો સમગ્ર ખેડૂત સમાજ તેમને યોગ્ય અને જડબાતોડ જવાબ આપશે.
    Click here to Read More
    Previous Article
    હરિપરનો શખ્સ ગેરકાયદે દેશી બંદૂક સાથે ઝડપાયો:SOG પશ્ચિમ કચ્છે ધુનારાજા ડેમ નજીકથી પકડ્યો
    Next Article
    મોરબી કલેક્ટરે લેન્ડ રેકર્ડ્સ કચેરીની આકસ્મિક મુલાકાત લીધી:ઓનલાઈન કામગીરી, NAKSHA પ્રોજેક્ટ અને તલાટી તાલીમની સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment