Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરના 189 ગાર્ડનમાં સીસીટીવી કેમેરા નથી:સ્માર્ટ સિટીમાં સ્માર્ટ કેમેરા બંધ!, ઇ ગવર્નન્સ વિભાગને પત્ર લખ્યા બાદ પણ છ મહિના સુધી કાર્યવાહી નહીં

    10 hours ago

    અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનમાં સીસીટીવી કેમેરા બંધ હોવાનું સામે આવ્યું છે. મોટાભાગના ગાર્ડનમાં સીસીટીવી કેમેરા બંધ હોવાથી ગાર્ડન વિભાગ દ્વારા ઈ ગવર્નન્સ વિભાગને સીસીટીવી કેમેરા ચાલુ કરવા અને મેન્ટેનન્સ બાબતે પત્ર લખવામાં આવ્યો હોવા છતાં પણ છેલ્લા છ મહિનાથી કોઈ કામગીરી કરવામાં આવી નથી. 189 ગાર્ડનમાં સીસીટીવી કેમેરા બંધ, ત્રણ વિભાગમાં સંકલનનો અભાવ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 311 ગાર્ડનમાંથી 189 ગાર્ડનમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. પીપીપી ધોરણે આપવામાં આવેલા ગાર્ડન અને ઓક્સિજન પાર્ક તેમજ તળાવ કમ ગાર્ડનમાં જે ગાર્ડન વિભાગ સંચાલન કરે છે, ત્યાં પણ સીસીટીવી કેમેરા ચાલુ ન હોવાનું ધ્યાને આવ્યું છે. ગાર્ડન વિભાગ, ઈ ગવર્નન્સ અને સ્માર્ટ સિટી ત્રણેય વિભાગના સંકલનના અભાવના કારણે ગાર્ડનમાં સીસીટીવી કેમેરાઓ બંધ હાલતમાં છે. પૂર્વ અને વર્તમાન ચેરમેનની રજૂઆત છતાં કામગીરી ના થઈ રીક્રીએશન કમિટીના ચેરમેન જીતેન્દ્ર ખચરીયાએ જણાવ્યું હતું કે, શહેરના ગાર્ડનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા નથી અને કેટલીક જગ્યાએ કેમેરા બંધ હાલતમાં છે, જેથી આ બાબતે ગાર્ડન વિભાગ તરફથી ગવર્નન્સ વિભાગને પત્ર લખીને જાણ કરવામાં આવેલી છે. જોકે અત્યારે પણ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં. પૂર્વ ચેરમેન જયેશ ત્રિવેદી દ્વારા પણ અવારનવાર પત્ર લખી અને કેમેરા ચાલુ કરવા માટે જાણ કરવામાં આવી હતી, તેમ છતાં પણ હજી એ જ સ્થિતિ જોવા મળી છે. ઈ ગવર્નન્સ વિભાગની કામગીરી સામે સવાલો ફરી એકવાર ગાર્ડન વિભાગ દ્વારા એ ગવર્નન્સ વિભાગને શહેરમાં આવેલા ગાર્ડનમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે અને બંધ કેમેરાને ચાલુ કરવા માટે પત્ર લખવા માટેની જાણ કરી છે. પરંતુ હજી સ્થિતિ એવી છે જેથી આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા સમગ્ર મામલે જાણ કરી હોવા છતાં પણ હજી સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા ઈ ગવર્નન્સ વિભાગ કામગીરી બાબતે ધ્યાન આપી રહ્યું ના હોવાનું જણાઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર શાળામાં પોક્સો, ગુડ ટચ-બેડ ટચ જાગૃતિ કાર્યક્રમ:નારી વંદન ઉત્સવ અંતર્ગત બાળકીઓને અધિકારો અને સુરક્ષાની માહિતી અપાઈ
    Next Article
    હરિપરનો શખ્સ ગેરકાયદે દેશી બંદૂક સાથે ઝડપાયો:SOG પશ્ચિમ કચ્છે ધુનારાજા ડેમ નજીકથી પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment