Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર શાળામાં પોક્સો, ગુડ ટચ-બેડ ટચ જાગૃતિ કાર્યક્રમ:નારી વંદન ઉત્સવ અંતર્ગત બાળકીઓને અધિકારો અને સુરક્ષાની માહિતી અપાઈ

    11 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા 'નારી વંદન ઉત્સવ'ની ઉજવણીના ભાગરૂપે 'બેટી બચાવો બેટી પઢાવો' દિવસ અંતર્ગત વઢવાણ સ્થિત લાડકી બાઇ શાળા નંબર 3 ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાએ જતી બાળકીઓને પોતાના અધિકારો, સુરક્ષા અને પોક્સો એક્ટ અંગે વિગતવાર માહિતી આપીને સજાગ કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મિશન કોર્ડીનેટર જલ્પાબેન ચંદેશરા દ્વારા ઉપસ્થિત સૌને 'નારી વંદન ઉત્સવ' અને દિવસના મહત્વ વિશે સમજ આપી કાર્યક્રમની પૃષ્ઠભૂમિ તથા સમગ્ર રૂપરેખા સ્પષ્ટ કરી હતી. તેમણે દીકરીઓના શિક્ષણ અને સુરક્ષા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. ત્યારબાદ બાળ સુરક્ષા એકમના કાઉન્સિલર શિવાંગભાઇ દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને પોક્સો (POCSO) એક્ટ વિશે ખૂબ જ સરળ ભાષામાં માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમણે કાયદાકીય જોગવાઈઓ અને મુશ્કેલીના સમયે બાળ સુરક્ષાની મદદ કેવી રીતે મેળવવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ભાનુબેન દ્વારા બાળકીઓને 'ગુડ ટચ અને બેડ ટચ' વચ્ચેનો તફાવત વ્યવહારુ ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવ્યો હતો. તેમણે બાળકીઓને કોઈપણ અસુરક્ષિત પરિસ્થિતિ કે અયોગ્ય સ્પર્શ સામે અવાજ ઉઠાવવા અને તાત્કાલિક પોતાના શિક્ષકો કે વાલીઓને જાણ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા 'નારી વંદન ઉત્સવ'ની ઉજવણીના ભાગરૂપે ખોલડીયાદ ગામ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંગે જાગૃતિ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ ક્ષેત્રે મહિલાઓ પોતાના અધિકારો પ્રત્યે સજાગ બને અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ મેળવી શકે તેવા શુભ આશયથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ સેમિનારમાં જિલ્લા મિશન કોર્ડીનેટર જલ્પાબેન ચંદેશરા દ્વારા સમગ્ર આયોજનની રૂપરેખા સ્પષ્ટ કરવામાં આવી હતી. તેમણે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નારી સશક્તિકરણ માટે ચલાવવામાં આવતી વિવિધ આર્થિક, સામાજિક અને સુરક્ષાત્મક યોજનાઓની વિગતવાર માહિતી આપીને મહિલાઓને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સેમિનારમાં ઉપસ્થિત એડવોકેટ રાજશ્રીબેન દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ-2005ની કાનૂની જોગવાઈઓ અંગે સરળ અને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તેમણે મહિલાઓને પોતાના ઘર કે સમાજમાં થતા અન્યાય સામે કઈ રીતે કાનૂની રક્ષણ મળી શકે તેમજ પોતાના હકો મેળવવા માટે કઈ રીતે અરજી કરી શકાય તે બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ક્યાં ક્યાં ડ્રગ્સ મળે છે?, યુવતીએ આપ્યા એડ્રેસ, VIDEO:બોલી- 'મારી પાસે વિગત આવે છે તો પોલીસ પાસે પણ આવતી જ હશે'
    Next Article
    શહેરના 189 ગાર્ડનમાં સીસીટીવી કેમેરા નથી:સ્માર્ટ સિટીમાં સ્માર્ટ કેમેરા બંધ!, ઇ ગવર્નન્સ વિભાગને પત્ર લખ્યા બાદ પણ છ મહિના સુધી કાર્યવાહી નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment