Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલાં સાથે ચા પીધી ને હવે સંઘવીને સવાલથી ભીંસમાં લીધા:સુરતમાં ભ્રષ્ટ અધિકારીઓને 'સ્ટીલના જીવડા'ના શ્રાપ આપી 'ઠંડા' પડેલા વેપારી ફરી ઉકળી ઉઠ્યા, જુઓ ત્રણેય VIDEO

    9 hours ago

    સુરતના વરાછા વિસ્તારમાં ખાડીપૂરના કારણે યશ પ્લાઝા કોમ્પલેક્સમાં પાણી ઘૂસી જતા વેપારીઓનો લાખો રૂપિયાનો માલ પલળી ગયો હતો. જેના કારણે અહીં દુકાન ધરાવતા વેપારી મહેશ ગઢીયાનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો સુરત મનપાના ભ્રષ્ટઅધિકારીઓને સ્ટીલના જીવડા પડે તેવા શ્રાપ આપ્યા હતા. વેપારીનો આ વીડિયો વાઈરલ થતા ગંભીર પડઘા પડ્યા હતા. જો કે, આ વીડિયો વાઈરલ થયાના બીજા જ દિવસે મહેશ ગઢીયા હર્ષ સંઘવી સાથે ચાની ચુસકી મારતા જોવા મળ્યા હતા અને કહ્યું હતું કે, 8 તારીખે જે બોલ્યા હતા તે ગુસ્સામાં બોલ્યા હતા. જો કે, હવે ફરી મહેશ ગઢીયાનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં તે હર્ષ સંઘવીને જ સવાલ કરતા જોવા મળી રહ્યા છે. પૂરગ્રસ્ત વેપારીના ત્રણ વીડિયો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારને સ્ટીલના કીડા પડે- મહેશ ગઢીયા સુરતના વરાછા વિસ્તારમાં આવેલા યશ પ્લાઝા કોમ્પલેક્સમાં દુકાન ધરાવતા મહેશ ગઢીયાની દુકાનમાં પાણી ઘૂસી જતા 8 જુલાઈએ રોષ વ્યકત કર્યો હતો અને કહ્યું હતું કે, સીટકો કંપનીને અમે છેલ્લા ત્રણ મહિનાથી, જોકે આમ તો છ મહિનાથી સીટકો અને એસએમસીને અમે મૌખિક રજૂઆત કરેલી છે. પરંતુ એ ભ્રષ્ટ અધિકારીઓના પેટનું પાણી હલ્યું નથી. મારી સુરત શહેરના તમામ નાના-મોટા વેપારીઓને નમ્ર અરજ છે કે આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારને સ્ટીલના કીડા પડે એવી તમે લોકો ઘરે પ્રાર્થના કરજો, જેથી કરીને એ લોકો ઝડપથી મરી જાય અને બીજા લોકોને આવું ભવિષ્યમાં નુકસાન ન થાય. 9 જુલાઈએ હર્ષ સંઘવીની હાજરીમાં કહ્યું- 'જે બોલાયું હતું તે આક્રોશમાં બોલાયું હતું' 8 જુલાઈએ વીડિયો બનાવી સુરત મનપા પર રોષ ઠાલવનાર મહેશ ગઢીયાનો એક બીજો વીડિયો સામે આવ્યો હતો જેમાં તે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ચા પીતા જોવા મળ્યા હતા. જે વીડિયોમાં કહ્યું હતું કે, તેમના જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે તે આક્રોશમાં બોલાયું હતું. 3 દિવસ પહેલા ઠંડા પડેલા વેપારી ફરી ઉકળી ઉઠ્યા વેપારી મહેશ ગઢીયાએ સોશિયલ મીડિયા પર વાયરલ કરેલા એક વીડિયોમાં રેલવેની કામગીરી કરી રહેલી સીટકો (SITCO) કંપની અને તેના કોન્ટ્રાક્ટર જીએચવી (GHV) સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, આ કંપનીઓ અને સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતને કારણે હજુ પણ વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. યશ પ્લાઝા કોમ્પ્લેક્સ પાસે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેને માંડ-માંડ ખોલાવવામાં આવ્યો છે. વેપારીઓ જ્યારે દુકાનોની સફાઈ કરી રહ્યા છે, ત્યારે કંપની દ્વારા ઉપર સ્લેબનું કામ શરૂ કરીને તેનું ગંદુ પાણી વેપારીઓની પ્રિમાઇસીસમાં ફેંકવામાં આવી રહ્યું છે. ‘રોજ રોજ ઝઘડા કરવા કરતાં અમને મારી નાખો’ ભારોભાર આક્રોશ સાથે મહેશ ગઢીયાએ વીડિયોમાં ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સીધો સવાલ કર્યો છે કે, "આ ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો તમારા મામા-માસીના દીકરા થાય છે કે તમે એમને જેલમાં નથી નાખતા?" તેમણે વધુમાં ઉમેર્યું કે, ડેપ્યુટી કલેક્ટરને ફોન કરીને હાલ પૂરતું કામ તો રોકાવી દીધું છે, પરંતુ અમારે વેપારીઓએ ધંધો કરવાનો કે રોજ સવારે ઉઠીને આ ભ્રષ્ટ અધિકારીઓ અને કંપનીવાળા સાથે રોડ પર ઉતરીને ઝઘડા કરવાના? આના કરતાં તો અમને મારી નાખો! અધિકારીઓને જેલમાં ધકેલવા કરી માંગ વેપારી મહેશ ગઢીયાએ અંતમાં ઉગ્ર સ્વરે માંગ કરી છે કે જ્યાં સુધી આ સીટકો કંપની અને જીએચવીના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો તેમજ મનપાના જવાબદાર અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં નહીં આવે, ત્યાં સુધી આ ગેરરીતિઓ અટકશે નહીં અને વેપારીઓને ન્યાય મળશે નહીં. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને સુરતના વેપારી આલમમાં ફરી એકવાર તંત્ર સામેનો રોષ સપાટી પર આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    'Wayanad Landslide के बाद Kerala क्यों नहीं पहुंचे Rahul-Priyanka Gandhi' सियासत तेज | IMD | Rain
    Next Article
    દંપતીએ 20 વર્ષના કોલેજીયનની હત્યા કરી:રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહીં, અમિત શાહના હસ્તે 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ,એસટી બસની ટક્કરે બાઈક સવાર યુવકનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment