Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલાવડના હરિપર મેવાસામાં ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું:રહેણાંક મકાનમાં SOGનો દરોડો; 486 લિટર દૂધ -વનસ્પતિ ઘી મળ્યું; ફૂડ વિભાગે શંકાસ્પદ દૂધના નમૂના સીલ કર્યા

    1 day ago

    જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમાં રહેણાંક મકાનમાં ભેળસેળયુક્ત દૂધ બનાવવાની પ્રવૃત્તિ ઝડપાઈ હતી. SOGની ટીમે દરોડો પાડીને 486 લિટર શંકાસ્પદ દૂધ, 75 કિલો વનસ્પતિ ઘી અને 44 કિલો દૂધનો પાવડર કબજે કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે ગામના રબારીવાસમાં રહેતા મેરૂ વંશ પોતાના મકાનમાં ભેળસેળયુક્ત દૂધ બનાવે છે, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ SOGની ટીમે દરોડો પાડ્યો રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ SOGના PI વી.જે. રાઠોડ તથા PSI એલ.એમ. ઝેર અને એ.વી. ખેરની ટીમ કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન SOGના જવાનો બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા અને નરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે દરોડો પાડીને મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી વિભાગે નમૂના લઈ મુદ્દામાલનો સ્થળ પર નાશ કર્યો SOG દ્વારા ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફૂડ સેફ્ટી ઓફિસરે શંકાસ્પદ દૂધના નમૂના લઈ સીલ કરીને કબજે કર્યા હતા, ત્યારબાદ શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી અને દૂધના પાવડરના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને મેરૂ વંશ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દિવ્યભાસ્કરનાં અહેવાલ બાદ તંત્ર જાગ્યું:રાજકોટ મનપાનાં સૌપ્રથમ પાર્ટીપ્લોટને ખુલ્લો મુકવાનાં નિયમો જનરલ બોર્ડમાં મુકાશે, મંજૂરી બાદ ડિસેમ્બરથી બુકીંગ શરૂ થવાની શક્યતા
    Next Article
    SMCએ લાભ પાંચમના મુહૂર્તમાં દારૂનો જથ્થો ઝડપી:ભાવનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, રૂ.14.15 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બે આરોપી સકંજામાં અને ચાર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment