Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SMCએ લાભ પાંચમના મુહૂર્તમાં દારૂનો જથ્થો ઝડપી:ભાવનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, રૂ.14.15 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બે આરોપી સકંજામાં અને ચાર ફરાર

    1 day ago

    ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનીટરીંગ યુનિટની ટીમે ભાવનગર શહેરમાં મોટી કાર્યવાહી કરી છે, શહેરના મોખડાજી સર્કલ પાસેથી ઈકો કારમાં લઈ જવાતો રૂપિયા 9.10 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પોલીસે કુલ રૂ. 14,15,882 નો મુદ્દામાલ કબજે કર્યો છે આ દરોડા દરમિયાન બે શખ્સો ઝડપાઈ ગયા છે, જયારે પોલીસે 6 સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર સ્ટેટ મોનીટરીંગ યુનિટ, ગાંધીનગરના પી.આઈ., એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિતની ટીમ ભાવનગરના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ.ને ચોક્કસ બાતમી મળી હતી કે, એક સિલ્વર કલરની ઈકો કાર નં. GJ-04-DN-9975 માં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને સરદારનગર સર્કલથી મોખડાજી સર્કલ તરફ જનાર છે, જે બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી વહેલી સવારે વોચ ગોઠવી હતી આશરે 5 વાગ્યાના સુમારે બાતમી મુજબની ઈકો કાર આવતા પોલીસે તેનો પીછો કર્યો હતો. આ કારની આગળ એક શખ્સ મોપેડ પર પાયલોટિંગ કરી રહ્યો હતો., મોખડાજી સર્કલથી અંદર બાંભણીયાના કારખાના પાસે ઈકો કાર અને મોપેડ ઉભા રહ્યા હતા અને ત્યાં અન્ય એક શખ્સ બાઈક લઈને દારૂનું કટિંગ કરવા આવ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તમામ શખ્સોને કોર્ડન કર્યા હતા જોકે, પાયલોટિંગ કરી રહેલો મોપેડ ચાલક અંધારા અને સાંકડી ગલીઓનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી ઈકો કારના ડ્રાઈવર હેમુ લખમણભાઈ ચૌહાણ ઉં.વ.45, રહે. દેવગાણા, તા.શિહોર અને બાઈક પર દારૂ લેવા આવેલા મહેશ કાનજીભાઈ બારૈયા ઉં.વ.42, રહે. સરદારનગર, ભાવનગરને ઝડપી લીધા હતા. કારની તલાશી લેતા કાળા કપડા નીચે છુપાવેલી વિદેશી દારૂની નાની-મોટી કુલ 2650 બોટલો મળી આવી હતી., કબજે કરાયેલ મુદ્દામાલમાં વિદેશી દારૂ 2650 બોટલ કિ.રૂ. 9,10,272, કાર ની કિંમત રૂ.4,00,000, બાઈક કિંમત રૂ. 80,000, મોબાઈલ ફોન નંગ-2 રૂ. 10,000 તથા રોકડ રકમ રૂ. 15,610 મળી કુલ મુદ્દામાલ રૂ.14,15,882 ના મુ્દામાલ ઝડપી લીધો હતો, પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, દારૂનો આ જથ્થો ભાવનગરના અર્જુન રણજીતભાઈ મકવાણા રહે. ધોઘારોડ એ મંગાવ્યો હતો, જે રેઈડ દરમિયાન મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત દારૂનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય આરોપી મયુર દીપસંગભાઈ ચૌહાણ, તેનો ભાગીદાર મુકેશ ઉર્ફે મુન્ના વિભાભાઈ ચૌહાણ તેમજ ઈકો કારના માલિક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે, પોલીસે ઝડપાયેલા અને ફરાર તમામ 6 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ 111(2)બી, 111(3)(4) મુજબ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    કાલાવડના હરિપર મેવાસામાં ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું:રહેણાંક મકાનમાં SOGનો દરોડો; 486 લિટર દૂધ -વનસ્પતિ ઘી મળ્યું; ફૂડ વિભાગે શંકાસ્પદ દૂધના નમૂના સીલ કર્યા
    Next Article
    લાભપાંચમે પાટણમાં કાલિકામાતાના ખપ્પરદર્શન યોજાયાં:સળગતી સગડી ચઢાવાઈ, બપોરે હવન અને સાંજે ફટાકડાની આતશબાજી થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment