Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાભપાંચમે પાટણમાં કાલિકામાતાના ખપ્પરદર્શન યોજાયાં:સળગતી સગડી ચઢાવાઈ, બપોરે હવન અને સાંજે ફટાકડાની આતશબાજી થઈ

    एक दिन पहले

    પાટણના નગરદેવી કાલિકા માતાજીના મંદિર ખાતે લાભ પાંચમના પર્વ નિમિત્તે પરંપરાગત ખપ્પર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે સાંજે માતાજીના કિલ્લા પર સળગતી સગડી એટલે કે ખપ્પર ચઢાવવામાં આવતા તેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મંદિરના કિલ્લા પરથી આતશબાજી કરવામાં આવી હતી. પાટણ સ્થિત કાલિકા માતાજીના મંદિરનું આગવું ધાર્મિક મહત્વ રહેલું છે, કારણ કે દેશભરમાં માત્ર પાટણમાં જ કાલિકા માતાજી સંપૂર્ણ મુખારવિંદ સાથે બિરાજમાન છે. જ્યારે પાવાગઢમાં કાલિકા માતાજીના નેત્રો સુધીના, કોલકાતાના કાલીઘાટમાં નાસિકા સુધીના અને ઉજ્જૈનમાં બિરાજતા ગઢકાલિકાના અપૂર્ણ મુખારવિંદના દર્શન થાય છે. લાભ પાંચમના દિવસે પાટણ મંદિર ખાતે બપોરના સમયે બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા યજ્ઞ-હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ સાંજના સમયે ખપ્પર દર્શન યોજાયા હતા અને કિલ્લા પરથી ફટાકડા ફોડી આતશબાજી કરાઈ હતી. મંદિરના પૂજારી અશોક વ્યાસના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સૈકાઓથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે લાભ પાંચમની સાંજે માતાજીના મસ્તકે એટલે કે કિલ્લા ઉપર સળગતી સગડી ચઢાવવામાં આવે છે. આ પ્રાચીન મંદિરમાં ખપ્પર ચઢાવવા પાછળની ધાર્મિક માન્યતા એવી છે કે નગરમાં વ્યાપ્ત અનિષ્ટ તત્ત્વોને બાળીને ભસ્મીભૂત કરવા અને નગરનું રક્ષણ કરવું. માતાજીના મસ્તકે ખપ્પર ધારણ કર્યા બાદ થતા દર્શનનો લાભ લેવા માટે પાટણ શહેરના લોકો મોટી સંખ્યામાં મંદિરે પહોંચ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    SMCએ લાભ પાંચમના મુહૂર્તમાં દારૂનો જથ્થો ઝડપી:ભાવનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, રૂ.14.15 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બે આરોપી સકંજામાં અને ચાર ફરાર
    Next Article
    લાભ પાંચમે અમલસાડમાં ચીકુની સીઝનનું મુહૂર્ત;₹ 1,400 સુધી ભાવ બોલાયો:બજારમાં 10થી 12 હજાર મણ ચીકુની આવક નોંધાઈ;ટ્રેનો મોડી પડતાં આ વર્ષે ટ્રક દ્વારા ચીકુ મોકલવાની રણનીતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment