Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાભ પાંચમે અમલસાડમાં ચીકુની સીઝનનું મુહૂર્ત;₹ 1,400 સુધી ભાવ બોલાયો:બજારમાં 10થી 12 હજાર મણ ચીકુની આવક નોંધાઈ;ટ્રેનો મોડી પડતાં આ વર્ષે ટ્રક દ્વારા ચીકુ મોકલવાની રણનીતિ

    1 day ago

    નવસારી જિલ્લાના અમલસાડમાં લાભ પાંચમના દિવસે ચીકુની નવી સીઝનનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુહૂર્તના પ્રથમ દિવસે બજારમાં 10થી 12 હજાર મણ ચીકુની આવક નોંધાઈ હતી અને ખેડૂતોને પ્રતિ મણ ₹ 900થી ₹ 1,400 સુધીના ભાવ મળ્યા હતા. અતિવૃષ્ટિ અને પૂરને કારણે પાકને થયેલા નુકસાન વચ્ચે પણ મુહૂર્તના દિવસે ધારણા કરતાં વધુ આવક થતાં વેપારીઓ અને ખેડૂતોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું. આગામી 10 દિવસ આવક સારી રહ્યા બાદ ઘટાડો થવાની શક્યતા વેપારી એસોસિએશનના પ્રમુખ અને એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન અશોકે જણાવ્યું હતું કે હવામાનની પ્રતિકૂળ સ્થિતિ છતાં બજારમાં ધારણા કરતાં વધુ આવક થઈ છે. વેપારીઓના અંદાજ મુજબ, આગામી 10 દિવસ સુધી બજારમાં ચીકુની આવક સારી રહેશે, ત્યારબાદ તેમાં થોડો ઘટાડો થઈ શકે છે અને બજારની સ્થિતિ પ્રમાણે ભાવમાં પણ વધઘટ જોવા મળી શકે છે. અતિવૃષ્ટિના કારણે આ વર્ષે ચીકુનું ઉત્પાદન ઘટવાનો અંદાજ અમલસાડ મંડળીના સેક્રેટરી આશિષ નાયકે જણાવ્યું હતું કે આ વર્ષે અતિવૃષ્ટિ અને પૂરને કારણે ચીકુના પાકને નુકસાન થયું હોવાથી ઝાડ પર ફૂલ સારા પ્રમાણમાં હોવા છતાં ચીકુ ઓછા દેખાઈ રહ્યા છે. ગયા વર્ષે અમલસાડ મંડળીએ આખી સીઝનમાં અંદાજે 6.5 લાખ મણ ચીકુનું વેચાણ કર્યું હતું, જે આ વર્ષે ઘટીને લગભગ 5 લાખ મણ રહેવાનો અંદાજ છે. દિલ્હી માર્કેટમાં મોકલાતી ગાડીઓની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા સહકારી સંસ્થાઓના કુલ માલમાંથી લગભગ 99% હિસ્સો દિલ્હી માર્કેટમાં મોકલવામાં આવે છે, જ્યાં શરૂઆતમાં સારા ભાવ મળવાની આશા છે. સીઝનના ટોચના દિવસોમાં અગાઉ દિલ્હી માર્કેટ માટે 40થી 60 ગાડીઓ મોકલાતી હતી, જે આ વર્ષે ઘટીને 30થી 40 ગાડી રહેવાનો અંદાજ છે, તેમજ માર્ચમાં આવક વધે ત્યારે ગરમી અને ટ્રાન્સપોર્ટની સમસ્યા ઊભી થઈ શકે છે. રેલવેને બદલે રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા ચીકુ મોકલવાની રણનીતિ ગત વર્ષે રેલવે ટ્રાન્સપોર્ટમાં ટ્રેનો 24થી 36 કલાક મોડી પહોંચવાને કારણે ભારે નુકસાન વેઠવું પડ્યું હતું, તેમજ રેલવે મંત્રાલય દ્વારા અગાઉ મળતી 45% સબસીડી પણ છેલ્લા 4 વર્ષથી બંધ છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને સહકારી સંસ્થાઓએ આ વર્ષે રેલવેને બદલે ટ્રક એટલે કે રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા જ ચીકુ મોકલવાની રણનીતિ બનાવી છે, જેથી માલ સમયસર અને સુરક્ષિત રીતે દિલ્હી પહોંચી શકે.
    Click here to Read More
    Previous Article
    લાભપાંચમે પાટણમાં કાલિકામાતાના ખપ્પરદર્શન યોજાયાં:સળગતી સગડી ચઢાવાઈ, બપોરે હવન અને સાંજે ફટાકડાની આતશબાજી થઈ
    Next Article
    પરિક્રમામાં ખાણીપીણીના ભાવ નિયંત્રણ અને એસ.ટી.એફ ફાળવવા માંગ.:જૂનાગઢ લીલી પરિક્રમા ખાણીપીણીના ઊંચા ભાવ સામે સ્થળ પર જ આકરા દંડની માંગ ,યાત્રિકોનું આર્થિક શોષણ અટકાવવા અધિકૃત ભાવપત્રક જાહેર કરવા રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment