Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિક્રમામાં ખાણીપીણીના ભાવ નિયંત્રણ અને એસ.ટી.એફ ફાળવવા માંગ.:જૂનાગઢ લીલી પરિક્રમા ખાણીપીણીના ઊંચા ભાવ સામે સ્થળ પર જ આકરા દંડની માંગ ,યાત્રિકોનું આર્થિક શોષણ અટકાવવા અધિકૃત ભાવપત્રક જાહેર કરવા રજૂઆત

    1 day ago

    ​આગામી વીસ નવેમ્બરથી શરૂ થઈ રહેલી જૂનાગઢ લીલી પરિક્રમા દરમિયાન દૂધ, પીવાનું પાણી અને ખાણીપીણીની વસ્તુઓ પર ભાવ નિયંત્રણ રાખવા તેમજ ગ્રાહક સુરક્ષા અંગે કડક અમલીકરણ કરવા માટે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (STF) ની ફાળવણી કરવાની માંગ કરવામાં આવી છે. જૂનાગઢના એડવોકેટ અને કોંગ્રેસ શહેર ઉપપ્રમુખ વિજય દવે દ્વારા કલેક્ટર અને મહાનગરપાલિકાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે આ પાવન પ્રસંગે લાખો શ્રદ્ધાળુઓ જૂનાગઢ પધારે છે, ત્યારે તેમને વ્યાજબી અને નિયત ભાવે જીવનજરૂરી ખાદ્ય સામગ્રી મળી રહે તે વહીવટી તંત્રની પ્રાથમિક નૈતિક જવાબદારી છે. ​એડવોકેટ વિજય દવેએ જણાવ્યું હતું કે અગાઉ જ્યારે લીલી પરિક્રમા યોજાઈ હતી ત્યારે બહારથી આવતા શ્રદ્ધાળુઓને પાણીની વિકટ સમસ્યા સહિત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓ પ્લાસ્ટિકની બોટલો પોતાની સાથે લઈ જઈ શકતા નથી અને વેપારીઓ દ્વારા પાણી, દૂધ, ફરસાણ તેમજ અન્ય ખાદ્યપદાર્થોના નિયત ભાવ કરતા અનેક ગણા ઊંચા ભાવ વસૂલીને નિર્દોષ શ્રદ્ધાળુઓનું વ્યાપક શોષણ કરવામાં આવ્યું હતું. ભૂતકાળમાં બનેલી આ પ્રકારની ગંભીર બેદરકારીના કારણે બહારથી આવતા ભાવિકો જૂનાગઢ શહેર અને વહીવટી તંત્ર પ્રત્યે અત્યંત નકારાત્મક છાપ લઈને પરત ફર્યા હતા, જે અત્યંત ખેદજનક બાબત છે. ​ચાલુ વર્ષે આવી કોઈપણ પ્રકારની વહીવટી શિથિલતા કે વેપારીઓની મનમાની ચલાવી લેવામાં આવશે નહીં. આ સંદર્ભે પરિક્રમા પ્રારંભ થાય તે પૂર્વે જ દૂધ, પીવાનું પાણી અને તમામ આવશ્યક ચીજવસ્તુઓ માટે અધિકૃત ભાવપત્રક જાહેર કરીને તેનું ચુસ્ત પાલન કરાવવું અનિવાર્ય છે. પરિક્રમામાં આવતો આ વર્ગ મોટે ભાગે સામાન્ય વર્ગનો હોય છે, જેથી તેમને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે અને વેપારીઓની લૂંટ ન ચાલે તેની તંત્ર દ્વારા વિશેષ કાળજી રાખવી જરૂરી છે. ​પરિક્રમા માર્ગ પર સઘન તપાસ અર્થે વિશેષ 'સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ' (STF) ની ફાળવણી કરવામાં આવે. જે કોઈ વેપારી કે વ્યક્તિ વ્યાજબી ભાવ કરતાં વધુ કિંમત વસૂલતા ઝડપાય, તો પરિક્રમા પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરવાના બદલે તે જ ક્ષણે સ્થળ પર જ તેમની દુકાન સીલ કરવા સહિતની આકરી કાયદાકીય અને દંડકીય કાર્યવાહી કરવામાં આવે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ તથા હેલ્પલાઇન નંબર 1915 હેઠળ નીતિ-નિયમોનું પાલન સુનિશ્ચિત કરવું જરૂરી છે. જૂનાગઢની ગરિમા જાળવવા માટે આ વખતે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવીને ત્વરિત અને આકરા પગલાં ભરવા માટે તેમણે ભારપૂર્વક આહવાન કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    લાભ પાંચમે અમલસાડમાં ચીકુની સીઝનનું મુહૂર્ત;₹ 1,400 સુધી ભાવ બોલાયો:બજારમાં 10થી 12 હજાર મણ ચીકુની આવક નોંધાઈ;ટ્રેનો મોડી પડતાં આ વર્ષે ટ્રક દ્વારા ચીકુ મોકલવાની રણનીતિ
    Next Article
    ભારત-પાકિસ્તાનની અંડર-19 ક્રિકેટ ટીમનો ખેલાડી મોરબીનો:રાજકોટમાં ઓલરાઉન્ડર આર્યન સવસાણીના પરિવારે મોં મીઠા કરી એશિયા કપની ફાઇનલ મેચ નિહાળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment