Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં SOG પોલીસે 45 જૂના મોબાઈલ જપ્ત કર્યા:બિલ વગરના ફોન સાથે એક દુકાનદાર ઝડપાયો, ₹12.45 લાખનો મુદ્દામાલ જપ્ત

    3 days ago

    બોટાદ SOG પોલીસે શહેરના ટાવર રોડ વિસ્તારમાં આવેલી મોબાઈલ દુકાનો પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન "બડીયા મોબાઈલ" નામની દુકાનમાંથી બિલ વગરના 45જૂના મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે આ મામલે દુકાન માલિક યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌહાણને ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા 45 મોબાઈલ ફોનની અંદાજિત કિંમત રૂપિયા 12 લાખ 45 હજાર આંકવામાં આવી છે. ચેકિંગ દરમિયાન, દુકાન માલિક યોગેશભાઈ ચૌહાણ આ મોબાઈલ ફોન સંબંધિત કોઈ માન્ય બિલ કે પુરાવા રજૂ કરી શક્યા ન હતા. પોલીસને શંકા છે કે આ મોબાઈલ ફોન ચોરીના અથવા છેતરપિંડી કરીને મેળવવામાં આવ્યા હોઈ શકે છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઓપરેશન બોટાદ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ SOG PI ટી. બી. હિરાણી, PSI એ.એમ. રાવલ અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫(૧)(સી) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથમાં દૂધિયા બાપા દેવસ્થાનનું ડીમોલેશન બાદ વિવાદ:ભાવિકોમાં ભારે રોષ ફેલાતાં કલેક્ટર દોડી આવ્યાં, તંત્રની ભૂલ સ્વીકારી પુનઃનિર્માણનું આશ્વાસન આપ્યું
    Next Article
    વડિનારમાં વિશ્વસ્તરીય શિપ રિપેર સુવિધાને કેબિનેટની મંજૂરી:1570 કરોડના પ્રોજેક્ટથી રોજગારી વધશે, સાંસદ પૂનમબેન માડમના પ્રયાસો સફળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment