Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં દૂધિયા બાપા દેવસ્થાનનું ડીમોલેશન બાદ વિવાદ:ભાવિકોમાં ભારે રોષ ફેલાતાં કલેક્ટર દોડી આવ્યાં, તંત્રની ભૂલ સ્વીકારી પુનઃનિર્માણનું આશ્વાસન આપ્યું

    3 days ago

    સોમનાથમાં દૂધિયા બાપા નાગદેવતા દેવસ્થાન પર મોડી રાત્રે થયેલી ડીમોલેશન કાર્યવાહીને કારણે ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટનાથી સ્થાનિક લોકો અને ભાવિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. સોમનાથ મંદિર રોડ પર ટ્રસ્ટ ઓફિસ સામે આવેલા આ પ્રાચીન દેવસ્થાનને રેવન્યુ વિભાગ દ્વારા રાત્રિના સમયે JCB મશીનથી તોડી પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહી પહેલા કોઈ જાહેર સૂચના કે જાણકારી આપવામાં આવી ન હતી, જેના કારણે લોકોમાં આશ્ચર્ય અને આક્રોશ ફેલાયો હતો. તંત્રએ લોંખંડની રેલિંગની સાથે સાથે આ દેવસ્થાનનું પણ ડિમોલેશન કરી નાખ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ભાવિકો મોટી સંખ્યામાં સ્થળ પર એકઠા થયા હતા. રાત્રિના સમયે થયેલી આ અચાનક કાર્યવાહીથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અનેક લોકોએ આ પગલાને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનાર ગણાવી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે લોકો સાથે વાતચીત કરીને પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. કલેક્ટરે પ્રાથમિક રીતે તંત્રની ભૂલ સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે, આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે. કલેક્ટરે વધુમાં આશ્વાસન આપ્યું કે, દેવસ્થાનનું ફરીથી યથાવત્ સ્વરૂપમાં પુનઃનિર્માણ કરવામાં આવશે અને ભાવિકોની ધાર્મિક લાગણીઓનું સંપૂર્ણ સન્માન જાળવવામાં આવશે. આ નિવેદન બાદ તણાવમાં થોડો ઘટાડો થયો હતો, છતાં લોકોમાં અસંતોષ યથાવત્ રહ્યો હતો. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સ્થાનિક લોકો અને ભાવિકોની મુખ્ય માંગ છે કે, દેવસ્થાનને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેની ખાતરી આપવામાં આવે. આ સમગ્ર મામલો હવે પ્રશાસન માટે સંવેદનશીલ બની ગયો છે, જ્યાં કાયદાકીય પાસાં અને લોકોની ધાર્મિક લાગણીઓ બંને જોડાયેલા છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા લેવામાં આવનાર પગલાં પર સૌની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં લુબી કંપનીના 500થી વધારે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા:પગાર વધારો કરવા સહિત 8 માંગ મૂકી, મેનેજમેન્ટે યોગ્ય નિર્ણયની ખાતરી આપતા કામદારો ફરી કામે લાગ્યા
    Next Article
    બોટાદમાં SOG પોલીસે 45 જૂના મોબાઈલ જપ્ત કર્યા:બિલ વગરના ફોન સાથે એક દુકાનદાર ઝડપાયો, ₹12.45 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment