Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ 'ચાર્લી ચેપ્લિન' રડી પડ્યા:રાજકોટ સિવિલમાં 500 બાળકોને દવા, ઈન્જેકશન ન મળતા નવતર વિરોધ

    12 hours ago

    રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા 500 જેટલા થેલેસેમીયા પીડિત બાળકો બ્લડ ન મળવાની સમસ્યાથી પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. જેને લઈને આજે 8 ઓગસ્ટના જાગૃત નાગરિક ચાર્લી ચેપ્લિનના વેશમાં આવ્યા હતા. તે સમયે પોસ્ટર લઈને ઉભેલા થેલેસેમિયા પીડિત બાળકોની મૂશ્કેલી નિહાળીને તેઓ પણ દુઃખી થઈ ગયાનું દર્શાવ્યું હતું. થેલેસેમિયા પીડિત બાળકોને બ્લડ, ડેસ્પરાલ ઇન્જેક્શન, કેલ્ફર દવા મળતી નથી અને LR મશીન વર્ક કરતું ન હોવાથી બાળકોને બ્લડ આપ્યા બાદ સાઈડ ઈફેક્ટ થતી હોવાની સમસ્યાને લઈને વિરોધ કરતા ચાર્લી ચેપ્લિન બનેલા જાગૃત નાગરિક સહિતનાની પોલીસે અટકાયત કરી હતી. ચાર્લી ચેપ્લિનના વેશમાં આવી વિરોધ પ્રદર્શિત કર્યો ચાર્લી ચેપ્લિનના વેશમાં આવેલા જાગૃત નાગરિક કાના કુબાવતે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા રજૂઆત કરવા માટે થેલેસેમિયાના બાળકો પણ અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા તો ત્યાંના સુપ્રિટેન્ડન્ટ મેડમ કહે છે કે 'તમે ગાંધીનગર જાઓ, અહીંયા તમારું કંઈ કામ નથી.' તો બીજું કે, જો મેડમ તમે આવી રીતે કહેતા હોવ છોકરાઓને, તો છોકરાઓ જાય તો ક્યાં જાય? એટલે કાં તો તમે જ અહીંથી નિકળી જાઓ અને બીજાને કહો કે તમે દવા, ઇન્જેક્શન અને L.R. બેગ માટેની વ્યવસ્થા કરે. જે 500 જેટલા બાળકોને તંત્રે એમને બહુ દુઃખી કર્યા છે તો આવા બાળકોને રાજી કરવા માટે આ પાત્ર મેં ભજવ્યું છે. અમારી એ જ માગ છે તંત્ર અને સરકાર ઇન્જેક્શન, દવા અને સાથે L.R. બેગનો સ્ટોક પૂરો પાડે. જોકે આ દરમિયાન થેલેસેમિયા બાળકોને દવા આપો તેવા નારા લગાવી રસ્તા પર સુઈ જતા આ ચાર્લી ચેપ્લિનની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી હતી. થેલેસમિયા પીડિત બાળકોને સમયસર બ્લડ મળતું ન હોવાની ફરિયાદ નોંધનીય છે કે, અગાઉ થેલેસેમીયા દર્દીઓએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં થીમસેમીયા દર્દીઓના નામે બ્લડ ડોનેશન કેમ્પ થાય છે અને તેમાં 300 થી 400 બોટલો આવે છે પરંતુ થેલેસેમીયા પીડિત બાળકોને એક પણ બોટલ મળતી નથી. બ્લડ ડોનેટ કરીએ તો જ થેલેસેમીયા પીડિત બાળકોને મળે છે. આ ઉપરાંત બ્લડ ચડાવવા માટેનું LR મશીન પણ વર્ક કરતું નથી. જેને લીધે થેલેસેમીયા પીડિત બાળકોને માથું દુઃખવા અને કળતર જેવી સાઇડ ઇફેક્ટ થાય છે. આ ઉપરાંત ડેસ્પરાલ ઇન્જેક્શન 3 થી 6 વર્ષથી મળી રહ્યા નથી. જ્યારે કેલ્ફર દવા પણ મળી રહી નથી. જેના માટે જ અમે રજૂઆત કરવા આવ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    ચમારડી ગામે ખેડૂતના કપાસના ઊભા છોડ ઉખેડી નાખવાની ઘટનાથી રોષ:ચમારડી ગામે ખેડૂતના અઢીથી ત્રણ વીઘા કપાસના ઊભા છોડ રાત્રિના સમયે અસામાજિક તત્વો દ્વારા ખેંચી નાખ્યા
    Next Article
    From Rs 99 Crore To Netflix Debut: How Imtiaz Ali Went All Out For Main Vaapas Aaunga

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment