Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચમારડી ગામે ખેડૂતના કપાસના ઊભા છોડ ઉખેડી નાખવાની ઘટનાથી રોષ:ચમારડી ગામે ખેડૂતના અઢીથી ત્રણ વીઘા કપાસના ઊભા છોડ રાત્રિના સમયે અસામાજિક તત્વો દ્વારા ખેંચી નાખ્યા

    11 hours ago

    ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ચમારડી ગામે અસામાજિક તત્વો દ્વારા એક ખેડૂતના ખેતરમાં વાવેલા કપાસમાંથી અંદાજે અઢીથી ત્રણ વીઘાના કપાસના ઊભા છોડ રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા ખેંચીને નષ્ટ કરી દેવામાં આવ્યા છે, આ ઘટનાને લઈને સમગ્ર ગામમાં અને ખેડૂત વર્ગમાં ભારે રોષ ફેલાયો છે. આ બનાવ અંગે પીડિત ખેડૂત વિઠ્ઠલભાઈએ જણાવ્યું હતું કે, તેમણે અંદાજે આઠથી દસ વીઘા વિસ્તારમાં કપાસનું વાવેતર કર્યું હતું, આ વિસ્તારમાં પાણીની સગવડ સારી હોવાથી કપાસનો સારો એવો ફાલ ઉતર્યો હતો અને સીઝન દરમિયાન તેમને અંદાજે 250 થી 300 મણ કપાસની ઉપજ મળવાની આશા હતી પરંતુ, ગત ચાર તારીખની રાત્રે કોઈ વિઘ્નસંતોષી અને અસામાજિક તત્વોએ જાણી જોઈને અઢીથી ત્રણ વીઘા જેટલો કપાસ ખેંચી નાખ્યો હતો, આ નુકસાનના કારણે ખેડૂતને સીઝન અંત સુધીમાં આશરે 10 હજાર રૂપિયાથી વધુનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, ઘટનાની જાણ થતાં જ ચમારડી ગામના ક્ષત્રિય સમાજ, પટેલ સમાજ અને કોળી સમાજ સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા, ગ્રામજનો અને આગેવાનોએ આ કાયરતાપૂર્ણ કૃત્યની સખત શબ્દોમાં ટીકા કરી હતી, સ્થાનિક અગ્રણી દેવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ પ્રકારની અનિષ્ટ પ્રવૃત્તિઓથી ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે જો તંત્ર દ્વારા તાત્કાલિક આવા હરામખોર શખ્સોને નહીં પકડવામાં આવે, તો ખેડૂતો સામે ગંભીર સંકટ ઊભું થશે, ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને અરજી સ્વીકારીને યોગ્ય તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિજય માંગુકિયા સહિતની ટીમ ચમારડી ગામની મુલાકાતે પહોંચી હતી તેમણે પીડિત ખેડૂતની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી અને જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં એકલા રહેતા માવતરો અને ખેડૂતોને હેરાન કરતી અસામાજિક માનસિકતા ધરાવતા લુખ્ખાઓની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ કડક રજૂઆત કરવામાં આવશે., ગ્રામજનો અને ખેડૂતોની એક જ માંગ છે કે આવા અસામાજિક તત્વોને વહેલામાં વહેલી તકે શોધીને કડકમાં કડક સજા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય ખેડૂત સાથે આવી ઘટના ન બને....
    Click here to Read More
    Previous Article
    દીવમાં અકસ્માતમાં પોરબંદરના બે યુવાનોના મોત:સાઉદવાડી મેઈન રોડ પર યુવકોનું બાઇક છકડો રિક્ષા બાદ દીવાલ અને થાંભલા સાથે અથડાયું
    Next Article
    થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ 'ચાર્લી ચેપ્લિન' રડી પડ્યા:રાજકોટ સિવિલમાં 500 બાળકોને દવા, ઈન્જેકશન ન મળતા નવતર વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment