Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીવમાં અકસ્માતમાં પોરબંદરના બે યુવાનોના મોત:સાઉદવાડી મેઈન રોડ પર યુવકોનું બાઇક છકડો રિક્ષા બાદ દીવાલ અને થાંભલા સાથે અથડાયું

    9 hours ago

    કેન્દ્રશાસિત પ્રદેશ દીવના સાઉદવાડી મેઈન રોડ પર ચંદ્રેશ્વર મહાદેવ મંદિર સામે મોડી રાત્રે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં પોરબંદરથી ફરવા આવેલા બે યુવાનોના કરૂણ મોત નીપજ્યા છે. વણાંકબારા કોસ્ટલ પોલીસ અને દીવ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરવા નીકળેલા મિત્રોને નડ્યો અકસ્માત પોરબંદરથી 6 મિત્રો દીવ ફરવા આવ્યા હતા અને મહેશ્વરી હોટેલમાં રોકાયા હતા. તે પૈકી જય નરસિંહ લોધારી (ઉંમર 26) અને યોગેશ છગન ચાવડા (ઉંમર 35) રાત્રે આશરે 12:30 વાગ્યે ટુ-વ્હીલર પર વણાંકબારાથી સાઉદવાડી તરફ ફરવા નીકળ્યા હતા. છકડો રિક્ષા, દીવાલ અને થાંભલા સાથે અથડાતા સર્જાયો અકસ્માત સાઉદવાડી મેઈન રોડ પર ચંદ્રેશ્વર મહાદેવ મંદિર સામે તેમનું વાહન એક છકડો રિક્ષા સાથે અથડાયા બાદ રસ્તા કિનારે આવેલી દીવાલ અને થાંભલા સાથે જોરદાર રીતે ભટકાયું હતું. આ ગંભીર અકસ્માતમાં એક યુવાનનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા યુવાનનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મોત થયું હતું. પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો અને તપાસ શરૂ કરાઈ બંને યુવાનોને તાત્કાલિક સરકારી હોસ્પિટલ પહોંચાડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં જ વણાંકબારા કોસ્ટલ પોલીસના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર લક્ષ્મણ સહિતની ટીમ અને દીવ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પરિવારજનો દીવ પહોંચતાં જ આક્રંદ રેલાયું અચાનક બનેલી આ ઘટનાથી પોરબંદરથી સાથે આવેલા મિત્રો અને મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. બનાવની માહિતી મળતા જ સવારના સમયે પોરબંદરથી પરિવારો દીવ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં કરૂણ આક્રંદના દ્રશ્યો સર્જાયા હતા.
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું-જીવનની પરીક્ષામાં બધું જ આઉટ ઓફ સિલેબસ હોય છે:PMએ કહ્યું-માત્ર સવાલ ન પૂછો, ઉકેલ પણ શોધો, દિલ્હી-IITમાં જેન-ઝીને ડિગ્રી એનાયત કરી
    Next Article
    ચમારડી ગામે ખેડૂતના કપાસના ઊભા છોડ ઉખેડી નાખવાની ઘટનાથી રોષ:ચમારડી ગામે ખેડૂતના અઢીથી ત્રણ વીઘા કપાસના ઊભા છોડ રાત્રિના સમયે અસામાજિક તત્વો દ્વારા ખેંચી નાખ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment