Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડિનારમાં વિશ્વસ્તરીય શિપ રિપેર સુવિધાને કેબિનેટની મંજૂરી:1570 કરોડના પ્રોજેક્ટથી રોજગારી વધશે, સાંસદ પૂનમબેન માડમના પ્રયાસો સફળ

    3 days ago

    જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડિનાર બંદર ખાતે વિશ્વસ્તરીય શિપ રિપેર સુવિધા સ્થાપવા માટે કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. સાંસદ પૂનમબેન માડમના સતત પ્રયાસો બાદ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને લીલી ઝંડી મળી છે, જે હાલાર પંથક માટે એક મહત્વપૂર્ણ વિકાસ સાબિત થશે. આ પ્રોજેક્ટ દીનદયાળ પોર્ટ ઓથોરિટી (ડી.પી.એ.) અને કોચીન શિપયાર્ડ લિમિટેડ (સી.એસ.એલ.) દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવશે. આ સુવિધાના નિર્માણ માટે આશરે 1570 કરોડનું રોકાણ કરાશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વડિનાર બંદર વિસ્તારને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે. તે સમુદ્રી ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસિત થશે. આ નિર્ણય ભારતની સમુદ્રી ક્ષમતાને મજબૂત બનાવશે. આ સુવિધાથી રોજગાર સર્જન, સ્થાનિક અર્થતંત્રમાં વૃદ્ધિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પ્રોત્સાહન મળશે. ખાસ કરીને જામનગર અને આસપાસના વિસ્તારમાં ઉદ્યોગ અને વેપાર માટે નવી તકો ઊભી થશે. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને બંદર, શિપિંગ તથા જળમાર્ગ મંત્રી શ્રી સરબાનંદ સોનવાલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ પ્રદેશના સર્વાંગી વિકાસ માટે ગેમચેન્જર સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં SOG પોલીસે 45 જૂના મોબાઈલ જપ્ત કર્યા:બિલ વગરના ફોન સાથે એક દુકાનદાર ઝડપાયો, ₹12.45 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    IPL 2026 final In Ahmedabad | ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશ ખબર , અમદાવાદમાં IPLની ફાઈનલ રમાશે | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment