Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી SOGએ 4 ઘુવડ તસ્કરોને ઝડપ્યા:તાંત્રિક વિધિ માટે મંગાવેલું ઘુવડ મૃત હાલતમાં મળ્યું

    20 hours ago

    નવસારી SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને ચીખલી વન વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઘુવડની તસ્કરી કરતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. આ શખ્સો પાસેથી તાંત્રિક વિધિ માટે મંગાવવામાં આવેલું ઘુવડ મૃત હાલતમાં મળી આવ્યું હતું. વન વિભાગે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, ચીખલીના કણભઈ ગામના ઈશ્વર મગન પટેલને કોઈ અજાણ્યા શખ્સે તાંત્રિક વિધિ માટે ઘુવડ લાવવા બદલ ૩ લાખ રૂપિયાની લાલચ આપી હતી. આ લાલચમાં આવીને ઈશ્વરે સ્મિત પટેલનો સંપર્ક કર્યો હતો. સ્મિતે રૂમલા ગામના વેટરનરી ડોક્ટર પ્રિતેશ દેશમુખને આ અંગે જણાવ્યું હતું. ડોક્ટર પ્રિતેશે સુરતના જુલિયસ નામના શખ્સ પાસેથી ઘુવડની વ્યવસ્થા કરાવી હતી. સુરતના જુલિયસે પરિમલ વસાવા મારફતે બાઈક પર પૂંઠાના બોક્સમાં ઘુવડ મોકલ્યું હતું. બોક્સમાં પક્ષી માટે ખોરાક કે પૂરતી હવાની વ્યવસ્થા નહોતી. ચીખલીના સાદડવેલ ગામે આનંદ ફાર્મ પાસે આ શખ્સો ઘુવડનું વેચાણ કરવા એકઠા થયા ત્યારે SOG અને વન વિભાગની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ચારેયને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ઈશ્વર મગન પટેલ (રહે. કણભઈ, ચીખલી), સ્મિત વેણીલાલ પટેલ (રહે. ગોડથલ, ચીખલી), વેટરનરી ડોક્ટર પ્રિતેશ તુલસીદાસ દેશમુખ (રહે. રૂમલા) અને પરિમલ માધુસિંહ વસાવા (ઘુવડ લાવનાર) નો સમાવેશ થાય છે. આ કેસમાં સુરતનો જુલિયસ નામનો શખ્સ વોન્ટેડ છે. ચીખલી રેન્જના RFO આર. સી. ગાવિતે જણાવ્યું હતું કે, આરોપીઓની પૂછપરછમાં તાંત્રિક વિધિ દ્વારા પૈસા કમાવવા માટે ઘુવડ મંગાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. કબજે કરાયેલું ઘુવડ મૃત હાલતમાં મળ્યું હતું. મૃત પક્ષીનું પોસ્ટમોર્ટમ કરાવી નિયમાનુસાર અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસે ચારેય આરોપીઓને વન વિભાગના હવાલે કર્યા છે, જ્યારે આ ગુનાના મુખ્ય સૂત્રધાર ગણાતા સુરતના જુલિયસને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. શિડ્યુલ વનમાં આવતા પક્ષીની હત્યા અને તસ્કરીના આ કેસમાં કડક સજા થાય તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    રિક્ષાની CNG કીટનું ખાનું ખોલતા જ દારુનો ઢગલો થયો, VIDEO:રાજસ્થાનથી અમદાવાદ દારુની હેરાફેરી માટે નવો કીમિયો, આરોપી દર 2-3 દિવસે ફેરા મારતો
    Next Article
    વાલોડ પોલીસે 2690 કિલો ગૌમાંસ જપ્ત કર્યું, 4 આરોપી ઝડપાયા:સુરતના બે રીઢા ગુનેગારની સંડોવણી સામે આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment