Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિક્ષાની CNG કીટનું ખાનું ખોલતા જ દારુનો ઢગલો થયો, VIDEO:રાજસ્થાનથી અમદાવાદ દારુની હેરાફેરી માટે નવો કીમિયો, આરોપી દર 2-3 દિવસે ફેરા મારતો

    19 hours ago

    દારૂબંધી હોવાથી બુટલેગર અલગ-અલગ ટેક્નિકથી દારૂ લાવતા હોય છે ત્યારે રાજસ્થાનથી રીક્ષામાં CNG કીટની જગ્યાએ દારૂ લઈને આવનારો શખ્સ ઝડપાયો છે. આરોપીએ રીક્ષામાંથી CNG કીટ કાઢી લીધી હતી, જે બાદ રિક્ષા લઈને જ રાજસ્થાન ગયો હતો.રીક્ષામાં 180 દારૂની બોટલ ભરીને લાવ્યો હતો જેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. રિક્ષામાં તપાસ કરતા CNG કીટ મુકવાની જગ્યાએ દારૂની બોટલો મળી આવી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ મેહુલ ચૌહાણ અને તેમની ટીમને બાતમી મળી હતી જેના આધારે દાણીલીમડા વિસ્તારમાં એક રિક્ષાચાલકને ઝડપ્યો હતો. રિક્ષામાં તપાસ કરતા CNG કીટ મુકવાની જગ્યાએ દારૂની બોટલો મળી આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે સાદિક મિર્ઝા (રહે - વટવા)ની દારૂની 180 બોટલ સાથે ધરપકડ કરી છે. આરોપી રિક્ષા લઈને ડર 2 -3 દિવસે રાજસ્થાન જતો હતો ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીએ જૂનામાં રિક્ષા લીધી હતી જે બાદ CNG કીટ કઢાવી રિક્ષા પેટ્રોલ પર ચલાવતો હતો. આરોપી રિક્ષા લઈને ડર 2 -3 દિવસે રાજસ્થાન જતો હતો અને રાજસ્થાનથી CNG કીટની જગ્યાએ દારૂની બોટલ ભરીને લાવતો હતો. આરોપી દારૂનું છૂટક વેચાણ પણ કરતો હતો.ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઊંઘમાંથી ઊઠ્યા ને 30 હજારની નોકરી ગઈ:વિશ્વની મોટી કંપનીઓમાં સામેલ ઓરેકલે મોટા પાયે કર્મચારીઓને છૂટા કર્યા, 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી; આવતા મહિને બીજો રાઉન્ડ
    Next Article
    નવસારી SOGએ 4 ઘુવડ તસ્કરોને ઝડપ્યા:તાંત્રિક વિધિ માટે મંગાવેલું ઘુવડ મૃત હાલતમાં મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment