Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાલોડ પોલીસે 2690 કિલો ગૌમાંસ જપ્ત કર્યું, 4 આરોપી ઝડપાયા:સુરતના બે રીઢા ગુનેગારની સંડોવણી સામે આવી

    3 days ago

    તાપી જિલ્લાની વાલોડ પોલીસે પશુ સંરક્ષણ કાયદા હેઠળ મોટી કાર્યવાહી કરી છે. ગત ત્રીજી ફેબ્રુઆરીએ અંદાજે 2690 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે, જેમાં સુરતના લીંબાયત વિસ્તારના બે ભાઈઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ગત તારીખ 03/02/2026 ના રોજ બની હતી. વાલોડ તાલુકાના ધામોદલા ગામના પટેલ ફળિયામાંથી પસાર થતી એક બોલેરો પીકઅપ ગાડીને શંકાના આધારે રોકવામાં આવી હતી. તેની તપાસ કરતા તેમાંથી પ્લાસ્ટિકના કોથળાઓમાં ભરેલો કુલ 2690 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે વાલોડ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 325 તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વાલોડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. ગીલાતર દ્વારા આ કેસની તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે બાતમીના આધારે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ડેવિડ ઉર્ફે દેવળ સખારામ ગામીત (રહે. અગાસવાણ, સોનગઢ), સૈયદ ઉર્ફે સાહિલ દાઉદ ગામીત (રહે. વાઘપાણી, વ્યારા), હનિફ ઉર્ફે તૌસીફ રફિક સૈયદ (રહે. મીઠીખાડી, લીંબાયત, સુરત) અને સફિક રફિક સૈયદ (રહે. મીઠીખાડી, લીંબાયત, સુરત)નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી સફિક રફિક સૈયદ અને હનિફ ઉર્ફે તૌસીફ રીઢા ગુનેગાર છે. સફિક સૈયદ વિરુદ્ધ અગાઉ સુરતના ખટોદરા, લીંબાયત અને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પશુ ક્રૂરતા, જાહેરનામા ભંગ અને પાસા (PASA) સહિતના કુલ 6 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે હનિફ સૈયદ વિરુદ્ધ પણ સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ગૌમાંસ અંગેનો ગુનો અગાઉ નોંધાઈ ચુક્યો છે. વાલોડ પોલીસે તમામ ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. આ ગૌમાંસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં સપ્લાય કરવાનું હતું તે દિશામાં વધુ તપાસ કરવા માટે પોલીસે તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી SOGએ 4 ઘુવડ તસ્કરોને ઝડપ્યા:તાંત્રિક વિધિ માટે મંગાવેલું ઘુવડ મૃત હાલતમાં મળ્યું
    Next Article
    બાળકીની છેડતી કરનાર આરોપીને 5 વર્ષની સખત કેદ:શેરડીનો રસ પીવડાવવાના બહાને છેડતી કરી હતી, કલોલ કોર્ટે આરોપીને 50 હજાર દંડ અને પીડિતાને બે લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment