Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાએ ઈરાનમાં લગ્ન સમારોહ પર હુમલો કર્યો:5નાં મોત, 50થી વધુ ઘાયલ; ઈરાનનો જોર્ડન-બહેરીનમાં જવાબી હુમલો

    1 day ago

    અમેરિકાએ ઈરાન પર ફરી એકવાર હુમલો કર્યો છે. US સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જેમાં એર ડિફેન્સ સાઈટ્સ, રડાર સિસ્ટમ, દરિયાઈ ઠેકાણા, માઈન પાથરવાની ક્ષમતા અને કોમ્યુનિકેશન સાઇટ્સ સામેલ છે. ઈરાનના જણાવ્યા મુજબ, દક્ષિણ ઈરાનના સિરિક વિસ્તારમાં લગ્ન સમારોહ દરમિયાન અમેરિકી હુમલો થયો. જેમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલા પછી સામે આવેલા વીડિયો અને તસવીરોમાં ઘાયલ બાળકો હોસ્પિટલમાં સારવાર લેતા જોઈ શકાય છે. ઈરાનના ખુઝેસ્તાન પ્રાંતમાં પણ અમેરિકી હુમલામાં 7 લોકો માર્યા ગયા હોવાની અને 8 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. આના જવાબમાં ઈરાને જોર્ડન અને બહરીનમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાનો દાવો કર્યો છે. આ દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે કોઈ કરારની જરૂર નથી. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકાનું હોર્મુઝ સ્ટ્રેટ પર લગભગ પૂર્ણ નિયંત્રણ છે અને ઈરાનની અર્થવ્યવસ્થા ભાંગી પડી રહી છે. ઈરાન યુદ્ધ સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Coal India Rallies 4%: E-auction Premium To Tightening Supply — Five Reasons Behind The Surge
    Next Article
    નવસારીના વેપારી સાથે લોનના નામે રૂ. 4 લાખની છેતરપિંડી:કેપિટલ વન ફાઇનાન્સના નામે ઠગબાજોએ અલગ-અલગ ચાર્જિસ પેટે રકમ પડાવી, સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાયો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment