Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના વેપારી સાથે લોનના નામે રૂ. 4 લાખની છેતરપિંડી:કેપિટલ વન ફાઇનાન્સના નામે ઠગબાજોએ અલગ-અલગ ચાર્જિસ પેટે રકમ પડાવી, સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાયો

    15 hours ago

    નવસારીના કબીલપોર જીઆઈડીસીમાં આવેલી એક ફેક્ટરીના માલિક સાથે રૂ. 4 લાખથી વધુની ઓનલાઇન ઠગાઈ થઈ છે. તેમને બિઝનેસ લોન મંજૂર કરાવવાના બહાને છેતરવામાં આવ્યા હતા. ઠગબાજોએ એક જાણીતી ફાઇનાન્સ કંપનીના નામે સંપર્ક કર્યો હતો. તેમણે પ્રોસેસિંગ ફી, ઇન્સ્યોરન્સ અને જીએસટી જેવા અલગ-અલગ ચાર્જિસના બહાને પૈસા પડાવી લીધા હતા. આ અંગે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના નવસારીના તંબોલી સ્ટ્રીટ, પંચમુખી એપાર્ટમેન્ટમાં રહેતા હબીબ હાસીમ ગોધરાવાલા સાથે બની છે. 58 વર્ષીય હબીબ કબીલપોર જીઆઈડીસીમાં "હબીબ એન્ટરપ્રાઇઝ" નામની ફેક્ટરી ચલાવે છે. ગત 11 ઓગસ્ટના રોજ તેઓ થાઈલેન્ડ પ્રવાસે ગયા હતા. તે સમયે તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારી રીતીકા નામની યુવતીએ પોતાને 'કેપિટલ વન ફાઇનાન્સ'માંથી હોવાનું જણાવ્યું. તેણે કહ્યું કે હબીબભાઈએ પૈસાબજાર દ્વારા બિઝનેસ લોન માટે અરજી કરી હતી. હબીબ પ્રવાસમાં હોવાથી તેમણે પાછા આવીને વાત કરવાનું કહ્યું હતું. 17 ઓગસ્ટે તેઓ નવસારી પાછા ફર્યા. 18 ઓગસ્ટે બલજીન્દર સિંઘ નામના વ્યક્તિએ તેમને ફોન કર્યો. તેણે પણ પોતાને કેપિટલ વન ફાઇનાન્સમાંથી હોવાનું જણાવ્યું અને લોન માટે સંપર્ક કર્યો. વેપારીએ પોતાની ફેક્ટરીના વિસ્તરણ માટે રૂ. 80 લાખની લોન જોઈતી હોવાનું જણાવ્યું. આરોપીઓએ વેપારીને વિશ્વાસમાં લીધા. તેમણે વોટ્સએપ પર પાનકાર્ડ, અન્ય ઓળખકાર્ડ, ઉદ્યમ સર્ટિફિકેટ, આઈટી રિટર્ન અને બેંક સ્ટેટમેન્ટ જેવા દસ્તાવેજો મંગાવ્યા હતા. આ દસ્તાવેજો મેળવી લીધા પછી, તેમણે લોન મંજૂર થઈ ગઈ હોવાનું જણાવ્યું. ત્યારબાદ અલગ-અલગ ચાર્જિસના નામે પૈસાની માંગણી શરૂ કરી હતી. ઠગબાજોએ અલગ-અલગ તારીખે પૈસા પડાવ્યા. 24 ઓગસ્ટે, રજિસ્ટ્રેશન ફી તરીકે રૂ. 2,000 અને રૂ. 1,250 લીધા. 25 ઓગસ્ટે, ઇન્સ્યોરન્સ ફીના રૂ. 36,450 અને ઇ-મેન્ડેટ ફીના રૂ. 20,870 ટ્રાન્સફર કરાવ્યા. 26 ઓગસ્ટે, લોન જીએસટી ફીના રૂ. 57,600 તથા એન્ડોર્સમેન્ટ ચાર્જિસના રૂ. 48,000 અને રૂ. 33,600 પડાવ્યા. 27 થી 29 ઓગસ્ટ દરમિયાન, એજન્ટ કમિશન, પેનલ્ટી અને લોન ચાર્જિસના નામે વધુ રકમ એક્સિસ બેંકના એક ખાતામાં જમા કરાવી લીધી. આમ, 24 ઓગસ્ટથી 29 ઓગસ્ટ દરમિયાન વેપારી પાસેથી કુલ રૂ. 4,00,490 ઓનલાઇન મેળવી લીધા હતા. વધુ નાણાંની માંગણી થતાં ભાંડો ફૂટ્યો, પોલીસ ફરિયાદ રૂ. 4 લાખથી વધુની રકમ ચૂકવી દીધા છતાં રૂ. 80 લાખની લોન ખાતામાં જમા થઈ ન હતી. સામા પક્ષે ગઠિયાઓએ હજુ વધુ પ્રોસેસિંગ ફી ભરવા માટે દબાણ ચાલુ રાખતાં વેપારીને શંકા ગઈ હતી. કોઈપણ બેંક કે માન્ય ફાઇનાન્સ કંપની લોન મંજૂર કરવા આ પ્રકારે એડવાન્સ ચાર્જિસ વસૂલતી ન હોવાની જાણ થતાં તેમણે સૌપ્રથમ 29 ઓગસ્ટે નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ નવસારી સાયબર ક્રાઈમ પોલીસ મથકે રીતીકા અને બલજીન્દર સિંઘ તરીકે ઓળખ આપનારા શખ્સો સામે બી.એન.એસ.ની કલમ 318(4) (છેતરપિંડી) તથા આઈટી એક્ટની કલમ 66(ડી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર વામન રાઘુ ભરવાડે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાએ ઈરાનમાં લગ્ન સમારોહ પર હુમલો કર્યો:5નાં મોત, 50થી વધુ ઘાયલ; ઈરાનનો જોર્ડન-બહેરીનમાં જવાબી હુમલો
    Next Article
    ગણેશ ચતુર્થી પૂર્વે ગોધરામાં ભવ્ય ઉજવણી:શિવ શક્તિ મંડળ દ્વારા બાપ્પાના આગમનના વધામણાં; યાત્રા ઢોલ-નગારા અને જયઘોષથી ભક્તિમય માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment