Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણેશ ચતુર્થી પૂર્વે ગોધરામાં ભવ્ય ઉજવણી:શિવ શક્તિ મંડળ દ્વારા બાપ્પાના આગમનના વધામણાં; યાત્રા ઢોલ-નગારા અને જયઘોષથી ભક્તિમય માહોલ

    15 hours ago

    ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ પૂર્વે પંચમહાલના ગોધરા ખાતે શિવ શક્તિ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપ્પાની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આગમન યાત્રા દરમિયાન ઢોલ-નગારાના તાલ અને ભક્તિ સંગીતે ભારે આકર્ષણ જમાવ્યું હતું. મોટી સંખ્યામાં યુવાનો અને ગણેશ ભક્તો આ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. યાત્રાના માર્ગો પર પણ શ્રદ્ધાળુઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. ગણપતિ બાપ્પા મોરિયાના નારા ગુંજ્યા બાપ્પાના સ્વાગત માટે ભક્તોએ નાચી-ગાઈને ખુશી વ્યક્ત કરી હતી. સમગ્ર યાત્રા દરમિયાન "ગણપતિ બાપ્પા મોરિયા"ના જયઘોષથી ગોધરા શહેર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોમાં ઉત્સવને લઈને ભારે ઉમંગ જોવા મળ્યો હતો. શહેરમાં ધાર્મિક આસ્થાનો માહોલ છવાયો આગમન યાત્રાથી સમગ્ર ગોધરા શહેરમાં ધાર્મિક આસ્થા અને ભક્તિનો માહોલ ઊભો થયો હતો. ગણેશ ચતુર્થીના તહેવારને લઈને લોકોમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો હતો. ભક્તિમય વાતાવરણથી સમગ્ર વિસ્તાર ગુંજાયમાન બન્યો હતો. વિવિધ મંડળો કરશે વિવિધ કાર્યક્રમો આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ મંડળો દ્વારા ગણેશ સ્થાપનાના આયોજનો કરાશે. આ સાથે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. ગોધરા શહેરમાં ઉત્સવનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના વેપારી સાથે લોનના નામે રૂ. 4 લાખની છેતરપિંડી:કેપિટલ વન ફાઇનાન્સના નામે ઠગબાજોએ અલગ-અલગ ચાર્જિસ પેટે રકમ પડાવી, સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાયો
    Next Article
    લંડન વસતા દાનવીર જોષી પરિવારે મકાન આપ્યું:ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડમાં યુવાનો અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાન કેન્દ્રનો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment