Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લંડન વસતા દાનવીર જોષી પરિવારે મકાન આપ્યું:ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડમાં યુવાનો અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાન કેન્દ્રનો પ્રારંભ

    20 hours ago

    ખેડબ્રહ્માના રાધીવાડમાં વિદ્યાર્થીઓ અને યુવાનો માટે જ્ઞાન કેન્દ્રનો પ્રારંભ થઈ રહ્યો છે. થોડા સમય પૂર્વે ગામના કેટલાક યુવક-યુવતીઓ રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ મહેનત કરવા છતાં થોડાક માર્ક્સ માટે સફળતાથી વંચિત રહ્યા હતા. ગામના યુવાનોને વધુ સારું માર્ગદર્શન મળે અને તેઓ સફળ થાય તે માટે વિચાર-વિમર્શ કરાયો હતો. આ ઉમદા હેતુ માટે મૂળ રાધીવાડના વતની અને હાલ લંડન (UK) ખાતે સ્થાયી થયેલા સ્વ. હરિભગવાન જોષીના પુત્રો યોગેશભાઈ જોષી, મુંજાલભાઈ જોષી અને હેમંતભાઈ જોષી આગળ આવ્યા હતા. ગામના યુવાનોએ સંપર્ક કરતા જ તેમણે પોતાના મકાનનો ઉપયોગ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે કરવા તાત્કાલિક સંમતિ આપી જરૂરી સહાય દર્શાવી હતી. આ કેન્દ્રનું સંચાલન ટીમ રાધીવાડના નિખિલેશ ઉપાધ્યાય, ગુજરાત સરકારના પૂર્વ નાયબ માહિતી નિયામક નરેન્દ્રસિંહ ચૌહાણ, C.R.C. જયપાલસિંહ, પરમસિંહ, રવિ પંચાલ અને દિવ્યરાજસિંહ સહિતની ટીમ દ્વારા હાથ ધરાયું છે. જ્ઞાન કેન્દ્રમાં સુવિધાઓ રાજ્ય સરકારની ભરતી પરીક્ષાઓ માટે નિષ્ણાતો દ્વારા વિશેષ માર્ગદર્શન. - (લાયબ્રેરી): પુસ્તકો, દૈનિક અખબારો અને વિવિધ મેગેઝિનની સુવિધા. - ગ્રામજનો માટે મારી યોજના પોર્ટલ સહિત વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ અને ડિજિટલ સેવાઓની જાણકારી. - યુવાનોને કારકિર્દી અને રોજગારીની તકો અંગે યોગ્ય દિશા-નિર્દેશ.
    Click here to Read More
    Previous Article
    ગણેશ ચતુર્થી પૂર્વે ગોધરામાં ભવ્ય ઉજવણી:શિવ શક્તિ મંડળ દ્વારા બાપ્પાના આગમનના વધામણાં; યાત્રા ઢોલ-નગારા અને જયઘોષથી ભક્તિમય માહોલ
    Next Article
    આંધ્ર પ્રદેશમાં એન્ટી-મેલેરિયા દવાથી બાળકીનું મૃત્યુ:52 લોકો હોસ્પિટલમાં દાખલ; મેલેરિયાની તપાસ બાદ દવાઓનું વિતરણ કર્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment