Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં બોગસ ડોક્ટર સામે SOGની કાર્યવાહી:મેડિકલ ડિગ્રી વિના દર્દીઓની સારવાર કરતો શખ્સ ઝડપાયો

    7 hours ago

    પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ મેડિકલ ડિગ્રી વિના દર્દીઓની સારવાર કરતા એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી દવાઓ, મેડિકલ સાધનો અને રોકડ સહિત કુલ રૂ. 12,469 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચૂડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે, પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. જાડેજાની સૂચના મુજબ SOG સ્ટાફે કાર્યવાહી કરી હતી. બાતમીના આધારે, SOG ટીમે જયુબેલી બોખીરા રોડ પર તિરુપતિ બાલાજી મંદિર નજીક આવેલી ‘શ્યામા ક્લિનિક’ ખાતે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન, ક્લિનિક સંચાલક નિરવ મહેશભાઈ રાવલ (ઉ.વ. 40, રહે. શીતલા ચોક, જૂના જલારામ મંદિર પાસે, પોરબંદર) કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત વિના દર્દીઓને સારવાર આપતો અને દવાઓ આપતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી વિવિધ પ્રકારની કેપ્સૂલ, ઇન્જેક્શન, મેડિકલ તપાસના સાધનો તેમજ દર્દીઓ પાસેથી વસૂલ કરાયેલી રોકડ રકમ સહિત કુલ રૂ. 12,469 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી નિરવ રાવલ સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આવા બોગસ ડોક્ટરો સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    વાલોડમાં આરોગ્ય વિભાગ સક્રિય:તાલુકામાં હેલ્થ સર્વે અને દવા વિતરણ શરૂ
    Next Article
    Woman journalist files FIR for assault, molestation during CJP protest coverage

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment