Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "અગાઉ કોલેજના વિદ્યાર્થીઓનું કામ હડતાલ, તોડફોડનું":સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણમંત્રી છાંગાનું વિવાદિત નિવેદન : રાજ્યપાલના હસ્તે 132 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 45,924 દિક્ષાર્થીઓને પદવી એનાયત કરાઈ

    16 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે 61મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 132 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તો 45,924 દિક્ષાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ હતી. આ તકે રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ અગાઉ રીક્ષા અને સાયકલ પણ વિદેશથી આયાત કરવી પડતી હોવાનું નિવેદન આપી છેલ્લા 12 વર્ષમાં વિકાસને નવી ગતિ મળી હોવાનું જણાવ્યું હતું તો આ વિકાસમાં અમૂક લોકો વિક્ષેપ કરતા હોવાનું કહી વિરોધ પક્ષ પર નિશાન તાક્યું હતું. જ્યારે રાજયકક્ષાના શિક્ષણમંત્રી ત્રિકમ છાંગાએ અગાઉ કોલેજના વિદ્યાર્થીઓનું કામ માત્ર તોફાન, મસ્તી, હડતાલ, આંદોલન અને નકારાત્મકતા અને તોડફોડ જેવી પ્રવૃત્તિઓમાં વ્યતિત થતો હોવાનું વિવાદિત નિવેદન આપ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 61મો પદવીદાન સમારંભ આગામી તા.8 ઓક્ટોબરના ગુરુવારના રોજ ગુજરાતના રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને તેમજ રાજયકક્ષાના શિક્ષણમંત્રી ત્રિકમ છાંગા તથા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટીફીક રીસર્ચ, બેંગલુરુના સાયન્ટીસ્ટ અને પ્રેસીડેન્ટ કે.એસ. નારાયણની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિધાશાખાના 45,924 દિક્ષાર્થીઓને પદવીઓ તથા 132 ગોલ્ડમેડલ તથા 227 પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં દાતાઓ તરફથી કુલ 60 ગોલ્ડમેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 72 ગોલ્ડમેડલ મળીને કુલ 132 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા. દાતાઓ તરફથી કુલ 114 પ્રાઈઝ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 113 પ્રાઈઝ મળીને 227 પ્રાઈઝ આ પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આઝાદી બાદ ભારતને અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં દેશ મળ્યો હતો. લાંબા સમયની ગુલામીના કારણે દેશની શિક્ષણ વ્યવસ્થા, સંસ્કૃતિ અને પરંપરાઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. ભારતને દિન-હીન સ્થિતિમાં છોડવામાં આવ્યું હતું. જ્યાં રિક્ષા અને સાઇકલ જેવી સામાન્ય વસ્તુઓ પણ વિદેશથી આયાત કરવી પડતી હતી.ભારતમાં કપાસનું ઉત્પાદન થતું હોવા છતાં દેશમાં કાપડનું ઉત્પાદન કરી શકાતું ન હતું. દેશ પાસે વિવિધ પ્રકારના ખનિજો ઉપલબ્ધ હતા પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવાની ક્ષમતા વિકસાવવામાં આવી નહોતી અને તેનો લાભ બહારના દેશોને મળતો હતો.ભારતની સાથે જ આઝાદ થયેલા ચીન અને જાપાને વિકાસની દિશામાં ઝડપી પ્રગતિ કરી છે. જોકે છેલ્લા 10થી 12 વર્ષમાં ભારતમાં પણ વિકાસને નવી ગતિ મળી છે. રાજયકક્ષાના શિક્ષણમંત્રી ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને ત્યારબાદ જે રીતે શિક્ષણના ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવીને શિક્ષણ માત્ર રોજી-રોટી માટેનું સાધન નહીં પરંતુ જીવનલક્ષી શિક્ષણ બને તે દિશામાં શિક્ષણના ક્ષેત્રમાં જોડાયેલા તમામ લોકોને આહ્વાન કર્યું અને એ આહ્વાનના પરિણામ સ્વરૂપ આપ સૌ જોઈ શકો છો કે આજના યુનિવર્સિટીઓનો જે માહોલ છે એ માહોલ બદલાઈ ગયો છે. અહીંયા ભૂતકાળના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ હશે કે જે કદાચ આજે પ્રોફેસર્સ છે અથવા વાલી હશે. એક સમય એવો હતો કે વિદ્યાર્થીઓ માત્ર એક નોટબુક લઈને કોલેજમાં જાય. આખું વર્ષમાં એક નોટબુકમાં કોલેજમાં પૂરું કરે છતાં એ નોટબુક ભરાય નહીં. અગાઉ વિદ્યાર્થીઓનો મોટાભાગનો સમય ક્લાસરૂમ કરતાં બહાર વધારે રહે. અને કોલેજના વિદ્યાર્થીઓનું કામ માત્ર તોફાન, મસ્તી, હડતાલ, આંદોલન અને નકારાત્મકતા અને તોડફોડ જેવી પ્રવૃત્તિઓમાં ખૂબ મોટો સમય વ્યતિત થતો હતો અને તેના પરિણામ સ્વરૂપ જ્યારે ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી વિદ્યાર્થી સમાજ જીવનમાં પ્રવેશ કરતો હતો તો તેનું ભવિષ્ય અંધકારમય દેખાતું હતું અને પરિણામ સ્વરૂપ તે ચિલાચાલુ પિતાના વારસાના કામ કરતો હતો અથવા તો કોઈ ચિલાચાલુ સામાન્ય કામ કે ધંધો કે નોકરી મેળવીને પોતાનું સમગ્ર જીવન પૂરું કરતો હતો. આજે પરિસ્થિતિ બદલાઈ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિને કારણે વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાના અનેક પ્રકારના સ્ત્રોત અને માર્ગો સરકારે એમના માટે ખોલ્યા કરે છે અને એના પરિણામ સ્વરૂપ આજના વિદ્યાર્થીઓમાં એક નવા જ પ્રકારની આશા, નવા જ પ્રકારની દિશા એ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થઈ છે અને એના પરિણામ સ્વરૂપ નવા નવા ક્ષેત્રોમાં આજનો યુવાન પોતાનું પદાર્પણ કરી રહ્યો છે. વિઝન 2047 ની જ્યારે વાત થતી હોય ત્યારે આજે જે પેઢી દીક્ષાંત મેળવે છે એ પેઢી આવતા 20 વર્ષ સુધીની સુધી આ પ્રદેશ, આ દેશ, આ રાજ્યનું સૂકાન સંભાળવાની છે. આવતીકાલના ભારત નિર્માણની દિશા નક્કી કરવાની જવાબદારી પણ આજે જે દીક્ષાંત મેળવી રહ્યા છે એ વિદ્યાર્થીઓની છે. કુલપતિ ડૉ.ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજ્યની 35 યુનિવર્સિટીમાં MERU યોજનામાં સિલેક્ટ થઈ છે. જેથી PM USHA ની ગ્રાન્ટ મળી છે. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના CCDC સેન્ટર તેમજ JIO UPSC સેન્ટરની પ્રશંસા કરી હતી તો ખેલકૂદમાં 8 ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેળવેલી સિદ્ધિને બિરદાવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સૌથી વધુ 5 ગોલ્ડ મેડલ મેળવતી વિદ્યાર્થિની કેયા શાહે જણાવ્યું હતું કે, હું જામનગરની એમ.પી. શાહ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરું છું. મને આજે પાંચ ગોલ્ડ મેડલ મળ્યા છે. થર્ડ ફાઈનલ એમબીબીએસમાં હાઈએસ્ટ માર્ક્સ માટે ત્રણ ગોલ્ડ મેડલ અને ઓબ્સટેટ્રિક્સ અને ગાયનેકોલોજીમાં હાઈએસ્ટ માર્ક્સ માટે બે ગોલ્ડ મેડલ મળ્યા છે. મારા પેરેન્ટ્સ ડોક્ટર છે. હું નાની હતી ત્યારથી મને ઈચ્છા હતી કે હું ડોક્ટર બનું અને આજે આ ગોલ્ડ મેડલ મળી એ વસ્તુની મને બહુ ખુશી છે. વિદ્યાર્થિની પલક બારાઈએ જણાવ્યું હતું કે, હું સી. યુ. શાહ મેડિકલ કોલેજમાં હાલ ઇન્ટર્ન છું અને મને ફાઇનલ યરમાં જનરલ સર્જરીમાં 4 મેડલ પ્રાપ્ત થયા છે. તૈયારીમાં 3 મેઇન રોલ હતા. જેમાં કન્સિસ્ટન્ટ વર્ક, ગાઇડન્સ ઓફ ટીચર્સ અને સપોર્ટ ઓફ ધી પેરેન્ટ્સ અને ફ્રેન્ડ્સનો સમાવેશ થાય છે. ગોલ્ડ મેડલ મેળવનારી સૌથી વધુ 105 વિદ્યાર્થિનીઓ, ટોપ 4 માં પણ દીકરીઓ આ પદવીદાન સમારોહમાં ગોલ્ડમેડલ મેળવનાર કુલ 132 દિક્ષાર્થીઓમાં 27 વિદ્યાર્થીઓ તથા 105 વિદ્યાર્થીનીઓ મળીને કુલ 132 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થીની શાહ કેયાને એમ.બી.બી.એસ. માં સૌથી વધુ 05 ગોલ્ડમેડલ અને 08 પ્રાઈઝ, સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થીની બારાઈ પલક રાજેશભાઈને એમી.બી.બી.એસ. માં 04 ગોલ્ડમેડલ અને 03 પ્રાઈઝ, રાજકોટની એ.એમ.પી. લો કોલેજની વિદ્યાર્થીની ઉટેલીયા શોભના જેરામભાઈને એલ.એલ.બી. માં 03 ગોલ્ડમેડલ અને 07 પ્રાઈઝ, ધારીની યોગીજી મહારાજ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની રાઠોડ હેમાલી ચતુરભાઈને બી.એ.માં 03 ગોલ્ડમેડલ અને 03 પ્રાઈઝ એનાયત થયા હતા.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં વાહન માલિકે ગર્દભ પાસે ટ્રક ખેંચાવડાવી અનોખો વિરોધ નોંધાવ્યો:દોઢ વર્ષની વોરંટી છતાં પૈસા વસૂલાતાં રોષ, શો રૂમના સંચાલકોએ કહ્યું, 'બળેલી ક્લચ પલેટ વોરંટીમાં ન આવે'
    Next Article
    ચોટીલામાં બોગસ ડોક્ટર ઝડપાયો:આદેશ હોસ્પિટલમાં ડમી દર્દી મોકલી SOGએ કાર્યવાહી કરી, ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment