Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં વાહન માલિકે ગર્દભ પાસે ટ્રક ખેંચાવડાવી અનોખો વિરોધ નોંધાવ્યો:દોઢ વર્ષની વોરંટી છતાં પૈસા વસૂલાતાં રોષ, શો રૂમના સંચાલકોએ કહ્યું, 'બળેલી ક્લચ પલેટ વોરંટીમાં ન આવે'

    15 hours ago

    વડોદરાના એક વાહન માલિકે ટાટા મોટર્સના શોરૂમ સામે પોતાની નવી ટ્રકને ગધેડાઓ વડે ખેંચાવડાવીને અનોખી અને ચર્ચાસ્પદ રીતે ભારે વિરોધ નોંધાવ્યો હતો. નેશનલ હાઇવે ઉપર આવેલા શોરૂમની બહાર જ ગ્રાહક દ્વારા આ અનોખી રીતે વિરોધ કરવામાં આવતા આસપાસના લોકોમાં પણ ભારે કુતુહલ સર્જાયું હતું. વાહન માલિકનો આક્ષેપ છે કે, વોરંટી હોવા છતાં કંપનીએ તેઓ પાસે સ્પેર પાર્ટ્સના પૈસા વસૂલ્યા છે તો શોરૂમના સંચાલકોનું કહેવું છે કે, તેઓનો સ્પેરપાર્ટ નિયમ મુજબ વોરંટીમાં આવતો ન હતો. ખરીદીના માત્ર 10 મહિનામાં જ ટ્રક અચાનક બંધ પડી ગઈ વડોદરાના રહીશ સત્યવીર શર્મા નામના ગ્રાહકે ટાટા કંપનીનું કન્ટેનર ખરીદ્યું હતું, જેની દોઢ વર્ષની અધિકૃત વોરંટી હતી. જોકે, ખરીદીના માત્ર 10 મહિનાના સમયગાળા દરમિયાન મુંબઈ ખાતે આ ટ્રક અચાનક બંધ પડી ગઈ હતી. જેના કારણે ગ્રાહકે મુંબઈ સ્થિત ટાટા મોટર્સના શોરૂમ ખાતે ગાડી સર્વિસમાં મૂકવી પડી હતી. મુંબઈના શોરૂમ ખાતે તપાસ દરમિયાન કન્ટેનરની ક્લચ પ્લેટ બળી ગઈ હોવાનું સામે આવ્યું હતું. વાહનની વોરંટી સમયમર્યાદા ચાલુ હોવા છતાં પણ શોરૂમ દ્વારા ક્લચ પ્લેટ બદલવાના બદલામાં ગ્રાહક પાસેથી રૂપિયા 49,000 જેટલી માતબર રકમ વસૂલવામાં આવી હતી. વોરંટીમાં હોવા છતાં પૈસા વસુલાતા ગ્રાહકમાં અસંતોષ વોરંટી પિરિયડમાં હોવા છતાં સર્વિસ સેન્ટર દ્વારા નાણાં વસૂલાતાં ગ્રાહકે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ગ્રાહકે જણાવ્યું કે, મુંબઈમાં જ્યારે ટ્રક બંધ પડી ગઈ ત્યારે મેં અહીં વડોદરા અંબિકા મોટર્સ કે જ્યાંથી ટ્રક ખરીદી હતી તેઓને જાણ કરી હતી અને ત્યાર બાદ મુંબઈના શોરૂમ ખાતે ટ્રક મુકવામાં આવી હતી. વોરંટી હોવા છતાં મારે પૈસા ભરવા પડ્યા, હું એક તરફ હપ્તા પણ ભરું અને વોરંટી હોવા છતાં સ્પેરપાર્ટ્સના પૈસા પણ ભરવા પડે છે. તેઓએ અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે વડોદરા ખાતે જે શોરૂમમાંથી ટ્રક ખરીદી હતી તેની બહાર કન્ટેનર ઊભું રાખીને ગધેડાઓ પાસે ટ્રક ખેંચાવડાવીને વિરોધ નોંધાવ્યો હતો. શોરૂમ દ્વારા નિયમાનુસાર કામગીરી કરાઈ હોવાનો દાવો બીજી તરફ, આ સમગ્ર મામલે વડોદરા અંબિકા શોરૂમના સર્વિસ મેનેજર શૈલેષભાઈએ જણાવ્યું હતું કે, કંપનીના નિયમો અને વોરંટી પોલિસી મુજબ બળી ગયેલી ક્લચ પ્લેટ વોરંટી કવરેજ હેઠળ આવતી નથી. ખોટી રીતે કે અયોગ્ય ડ્રાઇવિંગના કારણે ક્લચ પ્લેટ બળી જતી હોવાથી તેના સમારકામનો ખર્ચ નિયમ મુજબ ગ્રાહકે જ ભોગવવાનો રહે છે. જ્યારે આમ થવાની શરૂઆત થઇ હશે ત્યારે ગ્રાહક કે ચાલકને ઇન્ડિકેટર મળ્યું જ હશે પરંતુ તેમ છતાં ટ્રક ચાલુ રાખવાથી આમ થયું હોઈ શકે છે. શોરૂમ દ્વારા નિયમાનુસાર કામગીરી કરાઈ હોવાનો દાવો કરાયો છે, પરંતુ વડોદરા શહેરમાં કન્ટેનરને ગધેડા ખેંચીને જતા હોવાનો આ વીડિયો અને ગ્રાહકના આ અનોખા વિરોધ પ્રદર્શનનો કિસ્સો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    ખડગેના લંચ માટે કનોટ પ્લેસ પહોંચ્યા રાહુલ-પ્રિયંકા:ત્યારબાદ રાજઘાટ જઈને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશે; જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સતત ત્રીજા દિવસે પ્રદર્શન
    Next Article
    "અગાઉ કોલેજના વિદ્યાર્થીઓનું કામ હડતાલ, તોડફોડનું":સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણમંત્રી છાંગાનું વિવાદિત નિવેદન : રાજ્યપાલના હસ્તે 132 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 45,924 દિક્ષાર્થીઓને પદવી એનાયત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment