Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10 વર્ષ પૂર્ણ ન થયા હોય તે સોસાયટીઓને સરકારનો ઝટકો:સુરતમાં રસ્તા-પાણી-લાઈટનો ખર્ચ રહીશોએ ભોગવવો પડશે, વીજ બિલ પણ માથે ઝીંકાતા સ્થાનિકોનો વિરોધ

    5 days ago

    સુરત મહાનગરમાં વસતા મધ્યમવર્ગીય પરિવારો માટે રાજ્ય સરકાર તરફથી એક મોટો આર્થિક ઝટકો આવ્યો છે. મહાનગરપાલિકાના આકારણી દફતરે જે સોસાયટીઓને 10 વર્ષ પૂર્ણ ન થયા હોય, તેવી તમામ સોસાયટીઓમાં હવે પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે સરકારી ગ્રાન્ટ નહીં મળે અને તમામ ખર્ચ રહીશોએ જાતે જ કરવો પડશે. આ અંગે રાજ્ય સરકારે સુરત મહાનગરપાલિકાને લેખિત પત્ર મોકલી નવી ગાઇડલાઇનની જાણ કરી દીધી છે. વર્ષો જૂની 70%:30% જનભાગીદારી યોજના બંધ અત્યાર સુધી રાજ્ય સરકાર અને મનપાની જનભાગીદારી યોજના અંતર્ગત ખાનગી સોસાયટીઓમાં રોડ-રસ્તા, પેવર બ્લોક, ડ્રેનેજ કે પાણીની લાઇન જેવા વિકાસ કાર્યો માટે 70% રકમ રાજ્ય સરકાર ગ્રાન્ટમાંથી ફાળવતી હતી અને માત્ર 30% રકમ સોસાયટીના રહીશોએ આપવાની રહેતી હતી. રહીશો ઝોન ઓફિસમાં માત્ર ₹5,000ની ટોકન ફી ભરીને અરજી કરતા હતા. પરંતુ હવે સરકારે નીતિ-નિયમોમાં મોટો ફેરફાર કરતા 10 વર્ષથી ઓછું અસ્તિત્વ ધરાવતી નવી સોસાયટીઓને આ સહાય આપવાનું બંધ કરી દીધું છે. સ્ટ્રીટ લાઈટનું વીજ બિલ પણ હવે રહીશોના માથે સરકારના નવા પરિપત્ર મુજબ, ખાનગી સોસાયટીઓ, શેરીઓ તેમજ હાઉસિંગ બોર્ડની વસાહતોમાં જો મનપા દ્વારા સ્ટ્રીટ લાઈટના પોલ ઊભા કરવામાં આવશે, તો પણ તેના વપરાશનું વીજ બિલ સોસાયટીના રહીશોએ જ ભરવું પડશે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ખાનગી સોસાયટીઓ અને ટીપી રોડ પર અંદાજે 1.76 લાખ સ્ટ્રીટ લાઈટ પોલ છે, જેનું વાર્ષિક ₹20 કરોડનું વીજ બિલ અત્યાર સુધી સરકારી તિજોરીમાંથી ચૂકવાતું હતું. હવે આ ભારણ પણ પ્રજાના માથે નાખવામાં આવ્યું છે. ‘નિર્ણય પાછો ખેંચવો જોઈએ’ નવા નિયમોને પગલે સોસાયટીઓના રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક રહીશ પ્રદીપભાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આ નવા નિયમને કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. અગાઉ 70:30 ટકા મુજબ સરકાર જે સહાય આપતી હતી તે બંધ થવાથી સોસાયટીનું માસિક મેઇન્ટેનન્સ વધી જશે. લોકો પર આર્થિક બોજ વધશે, જે સંપૂર્ણપણે અયોગ્ય છે. અમારી માગ છે કે સરકારે આ ખોટો નિર્ણય તાત્કાલિક ધોરણે પાછો ખેંચવો જોઈએ. નવી સોસાયટીઓમાં મેઇન્ટેનન્સ વધશે સુરતમાં દર વર્ષે સેંકડો નવી સોસાયટીઓ નિર્માણ પામે છે. બિલ્ડર પાસેથી પઝેશન લીધાના થોડા જ વર્ષોમાં રસ્તા તૂટી જવા કે લાઈટની સમસ્યા સામાન્ય બની જાય છે. હવે સરકારી સહાય બંધ થતાં લોકોના ખિસ્સા પર સીધી અસર પડશે અને સોસાયટીઓનું માસિક મેઇન્ટેનન્સ બમણું થઈ જવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપામાં સ્ટાફની ભારે અછત:વર્ગ 1 અને 2 ની 50 મહત્વની જગ્યાઓ સહિત 1843 જગ્યા ખાલી, 19 કી-પોસ્ટ ઇન્ચાર્જના ભરોસે ચાલતા વહીવટ કથળ્યો
    Next Article
    Vadodara Ganpati Aagman Clash |વડોદરામાં ગણેશ આગમન યાત્રા પહેલા ધીંગાણું | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment