Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં સિંહો બાદ દીપડાની દહેશત:જાફરાબાદના ધોળાદ્રી ગામમાં વીજળિક વેગે શ્વાનનો શિકાર; ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

    13 hours ago

    અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે. મોડી રાત્રે એક દીપડાએ ગામમાં ઘૂસીને શ્વાનનો શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે દીપડો અચાનક રહેણાંક વિસ્તારમાં પ્રવેશે છે. ગણતરીની સેકન્ડોમાં જ તે એક શ્વાનને પકડી લે છે અને તરત જ શિકાર સાથે ત્યાંથી ભાગી જાય છે. આસપાસના અન્ય શ્વાનો ભસવા લાગે છે, પરંતુ દીપડો નિર્ભયપણે શિકાર લઈને જતો રહે છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ગામમાં દીપડાની અવરજવરનો વીડિયો સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ખાસ કરીને રાત્રિના સમયે લોકોમાં ચિંતા વધી છે અને બાળકો તેમજ પશુપાલકોની સુરક્ષા અંગે સવાલો ઉભા થયા છે. છેલ્લા કેટલાક સમયથી જંગલી પ્રાણીઓ ગામની સીમ સુધી પહોંચી રહ્યા છે. સિંહોની અવરજવર બાદ હવે દીપડાની હાજરી પણ નોંધાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. લોકો દ્વારા વન વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા અને પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી રહી છે. ધોળાદ્રી ગામના આ સીસીટીવી ફૂટેજ ફરી એકવાર દર્શાવે છે કે જંગલી પ્રાણીઓ હવે માનવ વસાહતોની નજીક પહોંચી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ગ્રામજનોમાં સાવચેતી અને સુરક્ષા અંગે ચિંતા વધી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના જેતપરમાં વીજપોલની કામગીરી પર બ્રેક નહીં!:આમરણાંત ઉપવાસના 10મા દિવસે ખેડૂતે ઉપવાસી નેહુલ અમૃતિયાના ખેતરમાં વીડિયો ઉતાર્યો, આંદોલનના વ્હોટ્સએપ ગ્રુપમાં વાઈરલ કર્યો
    Next Article
    રતનપર જૈનશાળાના બાળકોએ પાંજરાપોળમાં પશુસેવા કરી:વઢવાણ પ્રભુ મહાવીરના દર્શન, પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment