Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રતનપર જૈનશાળાના બાળકોએ પાંજરાપોળમાં પશુસેવા કરી:વઢવાણ પ્રભુ મહાવીરના દર્શન, પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો

    14 घंटे पहले

    રતનપર સ્થા. જૈન સંઘની જૈનશાળાના બાળકોએ વઢવાણ ખાતે પિકનિકનું આયોજન કર્યું હતું. આ પિકનિક દરમિયાન બાળકોએ પ્રભુ મહાવીર સ્વામીના દર્શન કર્યા હતા અને પાંજરાપોળની મુલાકાત લઈ પશુસેવા તથા પર્યાવરણ જાગૃતિના કાર્યોમાં ભાગ લીધો હતો. બાળકોએ વઢવાણ સ્થિત પ્રભુ મહાવીર સ્વામીના પગલાના દર્શન કરી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. પૂજારી દ્વારા તેમને પ્રભુ મહાવીરના ઇતિહાસ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકોએ પાંજરાપોળની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ગાયોને ઘાસ ખવડાવી પશુસેવા કરી હતી. પશુ દવાખાનામાં બીમાર પશુઓની સારવાર અને જીવદયાના મહત્વ વિશે પરેશભાઈ શાહ દ્વારા બાળકોને સુંદર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, પર્યાવરણ જતન માટે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ટાળી કાપડની થેલી વાપરવા અંગે સભ્યોને જાગૃત કરવામાં આવ્યા હતા. પાંજરાપોળ તરફથી દરેક સભ્યને કાપડની થેલી અને ચકલી ઘરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, રતનપર સ્થા. જૈન સંઘના સભ્યો દ્વારા બાળકોને નાસ્તો અને લસ્સી પીવડાવી પરત લાવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં સિંહો બાદ દીપડાની દહેશત:જાફરાબાદના ધોળાદ્રી ગામમાં વીજળિક વેગે શ્વાનનો શિકાર; ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
    Next Article
    નંબર પ્લેટ વગરની ચોરાયેલી ઇકો સાથે બે શખસ દબોચાયા:રૂ.3.25 લાખનો મુદ્દામાલ જપ્ત, મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment