Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નંબર પ્લેટ વગરની ચોરાયેલી ઇકો સાથે બે શખસ દબોચાયા:રૂ.3.25 લાખનો મુદ્દામાલ જપ્ત, મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

    16 hours ago

    મહેસાણા જીલ્લામાં મિલ્કત વિરૂદ્ધના ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા કેસો શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.કામળીયાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો સતત પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન એલ.સી.બી. ટીમને મહેસાણા શહેર બી. ડીવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી ઇકો ગાડી સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. શંકાસ્પદ ઇકો ગાડી સાથે બે શખસ દબોચાયા 27 જૂનના રોજ એલ.સી.બી.ના PSI બી.વી.વાઘેલા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર અને પોલીસ કોન્સ્ટેબલ મેહુલજી તથા કલ્પેશકુમાર સહિતનો સ્ટાફ મહેસાણા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર અને કોન્સ્ટેબલ મેહુલજીને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે બે ઇસમો શંકાસ્પદ ગાડી સાથે ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે હીતેશકુમાર સોનારામ પભુતાજી માળી ઉ.વ.28, રહે. હાલ રામનગર, સુમેરપુર, જી. પાલી, રાજસ્થાન અને કાળુભાઇ ઉર્ફે અજય ફુલાજી સગતાજી રાજપુત ઉ.વ. 24, રહે. હાલ તલોડા, જી. બાડમેર, મુળ રહે. ધાનેરા, જી. બનાસકાંઠાને નંબર પ્લેટ વગરની ઇકો ગાડી સાથે ઝડપી લીધા હતા. તપાસ કરતાં ઈકો ચોરીની હોવાનો ખુલાસો થયો પોલીસે જ્યારે ગાડીના કાગળો માંગ્યા ત્યારે તેમની પાસે કોઈ દસ્તાવેજ નહોતા. જેથી શંકા જતાં પોલીસે પોકેટ કોપ એપની મદદથી ગાડીના એન્જીન નંબર અને ચેસીસ નંબર સર્ચ કર્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે આ ગાડીનો અસલી રજીસ્ટ્રેશન નંબર GJ-02-CG-7401 છે અને આ ગાડી મહેસાણા બી ડીવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ હતી, જે અંગે ભારતીય ન્યાય સંહીતા 2023 ની કલમ-303(2) મુજબ ગુનો પણ નોંધાયેલો હતો. રૂ.3.25 લાખનો મુદ્દામાલ જપ્ત એલ.સી.બી. પોલીસે અંદાજે રૂ. 3,15,000ની કિંમતની ઇકો ગાડી અને રૂ. 10 હજાર કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.3.25 લાખ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા બંને આરોપીઓની ભારતીય નાગરિક સુરક્ષા સંહીતા 2023 ની કલમ-35(1)(ઇ) મુજબ અટકાયત કરી, આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેમને મહેસાણા શહેર બી. ડીવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રતનપર જૈનશાળાના બાળકોએ પાંજરાપોળમાં પશુસેવા કરી:વઢવાણ પ્રભુ મહાવીરના દર્શન, પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો
    Next Article
    ‘One god, many names’: Saif Ali Khan on discussing religion with sons Taimur and Jeh

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment