Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં SOGએ શંકાસ્પદ યુરિયા ખાતર ઝડપ્યું:રાજપર રોડ પરથી રૂ. 3.38 લાખનો જથ્થો સીઝ કરાયો

    14 hours ago

    મોરબીમાં SOG ટીમે રાજપર રોડ પર આવેલા એક ગોડાઉનમાંથી રૂ. 3.38 લાખની કિંમતનો શંકાસ્પદ યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં કુલ 1,272 ગુણી શંકાસ્પદ યુરિયા સીઝ કરવામાં આવ્યું છે. SOG ટીમને ખાનગી બાતમી મળી હતી કે રાજપર રોડ પર મામાદેવ મંદિર સામેની શેરીમાં, જય એગ્રોની બાજુમાં આવેલા એક ગોડાઉનમાં શંકાસ્પદ યુરિયાનો જથ્થો સંગ્રહિત છે. આ બાતમીના આધારે SOG ટીમે મોરબીના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને જાણ કરી સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, જય એગ્રોના માલિક જયેશભાઈ કાનજીભાઈ બુડાસણાએ ભાડે રાખેલા ગોડાઉનમાંથી શંકાસ્પદ યુરિયાની 1,272 ગુણી મળી આવી હતી. ઝડપાયેલા જથ્થાની કુલ કિંમત રૂ. 3,38,988 આંકવામાં આવી છે. પોલીસે સમગ્ર શંકાસ્પદ જથ્થો કબજે કરી સીઝ કર્યો છે અને કાયદેસરની આગળની કાર્યવાહી માટે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), મોરબીને સોંપ્યો છે. આટલો મોટો જથ્થો ગોડાઉનમાં ક્યાંથી આવ્યો, કોને સપ્લાય કરવાનો હતો અને ખાતર ખરેખર યુરિયા છે કે અન્ય કોઈ પદાર્થ છે, તે અંગેની વધુ તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જ આ મામલે વધુ વિગતો સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં 24 કલાકમાં ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો:ખેડબ્રહ્મામાં 15 મીમી, વિજયનગરમાં 8 મીમી, વડાલીમાં 3 મીમી
    Next Article
    જનરલ-મેનેજર સહિત 4એ ખોટી એન્ટ્રીઓ પાડીને 1.86 કરોડ સગેવગે કર્યા:ગાંધીનગરના શોરૂમમાં સોફ્ટવેર સાથે ચેડાં કરી ગ્રાહકો પાસેથી લીધેલા નાણાં સોફ્ટવેરમાં ઉધાર બતાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment