Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જનરલ-મેનેજર સહિત 4એ ખોટી એન્ટ્રીઓ પાડીને 1.86 કરોડ સગેવગે કર્યા:ગાંધીનગરના શોરૂમમાં સોફ્ટવેર સાથે ચેડાં કરી ગ્રાહકો પાસેથી લીધેલા નાણાં સોફ્ટવેરમાં ઉધાર બતાવ્યા

    15 hours ago

    ગાંધીનગરના કુડાસણ સ્થિત ઇલેક્ટ્રિક સ્કૂટરના શોરૂમમાં કંપનીના જ જવાબદાર ઉચ્ચ હોદ્દેદારોએ મિલીભગત કરીને રૂપિયા 1.86 કરોડની ચોરી આચરી હોવાનો મામલો સામે આવ્યો છે. વાહનોનું વેચાણ થઈ ગયા બાદ ગ્રાહકો પાસેથી વસૂલેલી રોકડ રકમ કંપનીના બેંક ખાતામાં જમા કરાવવાને બદલે આરોપીઓએ સોફ્ટવેરમાં ખોટી એન્ટ્રીઓ પાડીને ઉધારી બતાવી દીધી હતી. જોકે કંપનીના વાર્ષિક ઓડિટ દરમિયાન સમગ્ર ગેરરીતિ બહાર આવતા ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. જનરલ-મેનેજર સહિત 4 શખ્સે કંપનીને ચૂનો લગાવ્યો કુડાસણ ખાતે આવેલી ગ્રીન કટારિયા ઓટો પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી એથર બ્રાન્ડના ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ કરે છે. કંપનીના શોરૂમમાં ફરજ બજાવતા એકાઉન્ટ મેનેજર અનુજ દીપચંદ જૈને નોંધાવેલી ફરિયાદ મુજબ, એકાઉન્ટન્ટ રાહુલ રાજેન્દ્રકુમાર ચતુર્વેદી (રહે. ત્રાગડ), એકાઉન્ટ મેનેજર આયુષ ભીમલ કેજરીવાલ (રહે. નાંદેડ), જનરલ મેનેજર મનોજ બીનય ઠાકુર (રહે. સેક્ટર-30) અને શોરૂમ મેનેજર ચેતન વિજયસિંહ ભોપલાવર (રહે. રણાસણ) નામના કર્મચારીઓએ એકસંપ થઈને કંપનીને ચૂનો લગાવ્યો છે. વાર્ષિક ઓડિટ દરમિયાન ભાંડો ફૂટ્યો આ તમામ શખસોએ એપ્રિલ-2024થી માર્ચ-2026ના સમયગાળા દરમિયાન ગ્રાહકો પાસેથી સ્કૂટરના વેચાણ પેટે મળેલા નાણાં પોતાની પાસે રાખી લીધા હતા. ત્યારબાદ ડિજિટલ સિસ્ટમમાં અન્ય સ્ટાફના આઈડીનો ગેરકાયદે ઉપયોગ કરીને ડેટામાં ફેરફાર કરી નાખ્યા હતા. સામાન્ય રીતે શોરૂમમાંથી સ્કૂટરનું વેચાણ થાય એટલે તેની નોંધ સોફ્ટવેરમાં કરીને રકમ કંપનીના ખાતામાં જમા લેવાની હોય છે. પરંતુ નવા એકાઉન્ટન્ટ તરીકે જોડાયેલા અનુજ જૈને વેચાણ થયેલા વાહનો અને બેંકમાં જમા થયેલી રકમ વચ્ચે મોટો તફાવત જોતા ચેરમેનનું ધ્યાન દોર્યું હતું. 1.86 કરોડની લેણી રકમ બાકી દર્શાવાતી હતી બાદમાં હાથ ધરાયેલા ઓડિટમાં સામે આવ્યું કે કુલ 236 ગ્રાહકોને વાહનો વેચાઈ ગયા હોવા છતાં તેમના ખાતામાં રૂ. 1.86 કરોડની લેણી રકમ બાકી દર્શાવાતી હતી. કંપની ક્યારેય ઉધારમાં વાહન આપતી ન હોવાથી ગ્રાહકોની પૂછપરછ કરાતાં તેમણે રોકડેથી, લોન મારફતે કે ક્રેડિટ કાર્ડથી આખી રકમ ચૂકવી દીધી હોવાનું સામે આવ્યું હતું. સોફ્ટવેર સાથે ચેડાં કરીને નાણાં ઉધાર બતાવ્યા વધુ તપાસ કરતા ખુલ્યું કે આયુષ અને રાહુલે પોતાના આઈડીથી સોફ્ટવેરમાં રિવર્સ એન્ટ્રીઓ નાખીને ગ્રાહકોનું ખાતું ઉધાર કરી દીધું હતું અને ગ્રાહકો પાસેથી આવેલી રકમ કંપનીમાં જમા કરાવવાને બદલે ચાઉં કરી ગયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં SOGએ શંકાસ્પદ યુરિયા ખાતર ઝડપ્યું:રાજપર રોડ પરથી રૂ. 3.38 લાખનો જથ્થો સીઝ કરાયો
    Next Article
    જંતર-મંતર પ્રદર્શન પર વિવાદાસ્પદ નિવેદન આપનાર યુટ્યુબરની ધરપકડ:વીડિયોમાં કહ્યું હતું- પ્રદર્શનકારીઓ પર ફાયરિંગનો આદેશ આપું છું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment