Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંતર-મંતર પ્રદર્શન પર વિવાદાસ્પદ નિવેદન આપનાર યુટ્યુબરની ધરપકડ:વીડિયોમાં કહ્યું હતું- પ્રદર્શનકારીઓ પર ફાયરિંગનો આદેશ આપું છું

    16 hours ago

    કેરળ પોલીસે સોમવારે રાઇટ વિંગના રાજકીય વિશ્લેષક ટીજી મોહનદાસની ધરપકડ કરી છે. તેમના પર NEET પેપર લીકના વિરોધમાં જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર વિવાદાસ્પદ નિવેદન આપવાનો આરોપ છે. પોલીસને મળેલી ફરિયાદમાં મોહનદાસ પર આરોપ છે કે તેમણે યુટ્યુબ ચેનલ પથરિકા પર 24-25 જુલાઈએ વીડિયો અપલોડ કર્યા હતા. જેનો ઉદ્દેશ્ય લોકોમાં ભય પેદા કરવાનો અને અશાંતિ ફેલાવવાનો હતો. મોહનદાસ પર આરોપ છે કે તેમણે વીડિયોમાં કહ્યું હતું કે- જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શનમાં 'ગેંગરેપની ઘટનાઓ બની શકે છે', પરંતુ તેની કોઈ ફરિયાદ નહીં થાય કારણ કે પ્રદર્શનમાં સામેલ થનારાઓને રેપ પસંદ છે અને કેટલીક છોકરીઓ એવી છે જે રેપનો આનંદ માણે છે. તેમણે કહ્યું હતું કે જો તેઓ ઇન્ચાર્જ હોત તો કર્ફ્યુ લગાવી દેત અને પ્રદર્શનકારીઓને હટી જવાનો આદેશ આપત. જો પ્રદર્શનકારીઓ ન માનત, તો તેઓ ફાયરિંગનો આદેશ આપત. યુટ્યુબ ચેનલની તપાસ, ડિજિટલ ડિવાઇસ જપ્ત પોલીસે ફરિયાદ મળ્યા બાદ કેસ નોંધી તપાસ શરૂ કરી. મોહનદાસને રવિવારે કોચીમાં તેમના ઘરેથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમને અડધી રાત્રે તિરુવનંતપુરમ સાયબર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા, જ્યાં તેમની ધરપકડ થઈ. તેમને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે મોહનદાસના યુટ્યુબ એકાઉન્ટ સાથે જોડાયેલી માહિતી એકઠી કરી છે. પોલીસે વીડિયો બનાવવા અને તેને અપલોડ કરવામાં ઉપયોગમાં લેવાયેલા ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કર્યા છે. તેમને કોર્ટમાં રજૂ કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. પોલીસે હાલમાં મોહનદાસ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), IT એક્ટ અને કેરળ પોલીસ અધિનિયમની ઘણી કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તપાસ આગળ વધતાં મોહનદાસ વિરુદ્ધ કેટલીક વધુ કલમો પણ ઉમેરવામાં આવી શકે છે. આમાં જાણી જોઈને એવી પરિસ્થિતિ ઊભી કરવી કે જેનાથી રમખાણો ભડકી શકે, ખોટા નિવેદનો, અફવાઓ કે રિપોર્ટ્સ પ્રકાશિત અથવા પ્રસારિત કરવા અને કોઈપણ સંચાર માધ્યમથી વ્યક્તિને પરેશાન કરવા જેવા આરોપોનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વીડિયો હટાવવા જણાવ્યું પોલીસે સંબંધિત સોશિયલ મીડિયા ઓપરેટરોને વિવાદાસ્પદ વીડિયો હટાવવા વિનંતી પણ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે કેસની તપાસ દરમિયાન વીડિયો અને તેનાથી સંબંધિત ડિજિટલ પુરાવાઓની પણ તપાસ કરવામાં આવશે. પોલીસ સ્ટેશન અને કોર્ટ બહાર સુરક્ષા વધારી મોહનદાસને રવિવારે કસ્ટડીમાં લેવામાં આવ્યા તે દરમિયાન તેમના કોચી સ્થિત ઘરની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ જોતાં, પોલીસ તિરુવનંતપુરમ સાયબર પોલીસ સ્ટેશન અને સંબંધિત કોર્ટની આસપાસ ભીડ કે પ્રદર્શનની આશંકાને લઈને સતર્ક છે.
    Click here to Read More
    Previous Article
    જનરલ-મેનેજર સહિત 4એ ખોટી એન્ટ્રીઓ પાડીને 1.86 કરોડ સગેવગે કર્યા:ગાંધીનગરના શોરૂમમાં સોફ્ટવેર સાથે ચેડાં કરી ગ્રાહકો પાસેથી લીધેલા નાણાં સોફ્ટવેરમાં ઉધાર બતાવ્યા
    Next Article
    પીડિત યુવકને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી:ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાતું હોવાના દાવા કરીને વીડિયો વાઇરલ કરનાર યુવતી અને પતિ સામે વ્યાજખોરીની ફરિયાદ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment