Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં 24 કલાકમાં ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો:ખેડબ્રહ્મામાં 15 મીમી, વિજયનગરમાં 8 મીમી, વડાલીમાં 3 મીમી

    13 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જોકે, અન્ય તાલુકાઓ કોરા રહ્યા છે અને વરસાદની અછતને કારણે ચિંતા યથાવત છે. સોમવારે સવારે હિંમતનગરમાં વાદળછાયા વાતાવરણને કારણે અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ માત્ર હળવા છાંટા પડ્યા હતા. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના આઠમાંથી ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ખેડબ્રહ્મામાં 15 મીમી, વિજયનગરમાં 8 મીમી અને વડાલીમાં 3 મીમી વરસાદ પડ્યો હતો. બાકીના પાંચ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો નથી. ચોમાસામાં અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ 14 ઇંચ વરસાદ વરસ્યો છે. જોકે, જળાશયોમાં પાણીની આવક બંધ છે. હાલમાં ગુહાઈ જળાશય 57.66 ટકા, હાથમતી જળાશય 64.15 ટકા અને હરણાવ જળાશય 31.26 ટકા ભરાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    સહકાર નગર જીવદયા ગ્રુપે ગાયોને લીલું ઘાસ ખવડાવ્યું:ટાટમ મહાજન પાંજરાપોળમાં અબોલ જીવોને ભોજન કરાવાયું
    Next Article
    મોરબીમાં SOGએ શંકાસ્પદ યુરિયા ખાતર ઝડપ્યું:રાજપર રોડ પરથી રૂ. 3.38 લાખનો જથ્થો સીઝ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment