Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં ગેરકાયદે ગેસ રિફીલિંગ ઝડપાયું:વેરાવળના સુપાસી ગામે SOGએ દરોડો પાડી 30 સિલિન્ડર અને સાધનો જપ્ત કર્યા, એકની ધરપકડ

    3 days ago

    ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ લાલ આંખ કરતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ગેસ રિફીલિંગના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વેરાવળ તાલુકાના સુપાસી ગામ પાસે વાવડી રોડ પર દરોડો પાડી પોલીસ ટીમે મોટા પ્રમાણમાં ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર તેમજ રિફીલિંગના સાધનો જપ્ત કર્યા છે. ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી SOG ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુપાસી ગામના વાવડી રોડ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી આશરે 30 જેટલા ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે, લખમણ વાસા બારડ નામનો શખ્સ આ ગેરકાયદે નેટવર્ક ચલાવતો હતો. સ્થળ પરથી ગેસ ટ્રાન્સફર કરવા માટે વપરાતા જોખમી સાધનો અને નોઝલ પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસ અને પુરવઠા વિભાગની સંયુક્ત તપાસ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG ઇન્ચાર્જ PI ડી.એમ. કાગડા, PSI રીનાબેન સુવા અને તેમની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. જપ્ત કરાયેલ મુદ્દામાલ મામલતદારને સોંપી પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી છે. પુરવઠા વિભાગે આ મામલે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કાયદેસરની તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે. સુરક્ષા સામે મોટું જોખમ નિષ્ણાતોના મતે, કોઈપણ સુરક્ષા માપદંડો વગર ગેરકાયદેસર રીતે ગેસ રિફીલિંગ કરવું અત્યંત જોખમી છે. રહેણાંક વિસ્તારની નજીક ચાલતી આવી પ્રવૃત્તિઓ ગમે ત્યારે મોટા વિસ્ફોટ કે આગ જેવી દુર્ઘટનાને નિમંત્રણ આપી શકે છે. સુપાસી ગામે ઝડપાયેલું આ યુનિટ પણ સ્થાનિક રહીશો માટે મોટો ખતરો સાબિત થઈ શક્યું હોત. કાળાબજારિયાઓ પર તંત્રની નજર આ ઘટનાએ જિલ્લામાં ગેસના કાળા બજારના નેટવર્કની સક્રિયતા ફરી એકવાર સાબિત કરી છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં અન્ય સ્થળોએ પણ તપાસ તેજ કરવામાં આવે તેવી શક્યતા છે. આ કાર્યવાહીથી ગેરકાયદે ગેસ રિફીલિંગના વ્યવસાય સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    4 વર્ષથી ફરાર છેતરપિંડીનો આરોપી પકડાયો:પોરબંદર LCB એ સુરતમાંથી ધરપકડ કરી
    Next Article
    રાજકોટના 361 પેટ્રોલ પંપ પર વાહનોની કતાર:નાયરાના અમૂક પંપ બંધ : શેલ, જીઓ, ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમના પંપ પર પેટ્રોલ - ડીઝલ પૂરાવવા લોકોની ભીડથી અંધાધૂંધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment