Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના 361 પેટ્રોલ પંપ પર વાહનોની કતાર:નાયરાના અમૂક પંપ બંધ : શેલ, જીઓ, ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમના પંપ પર પેટ્રોલ - ડીઝલ પૂરાવવા લોકોની ભીડથી અંધાધૂંધી

    3 days ago

    પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાને પગલે રાજકોટમાં અંધાધૂંધીનો માહોલ જોવા મળ્યો હતો. ખાનગી નાયરાના કેટલાક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલનો જથ્થો ખૂટી ગયો હતો જ્યારે સરકારી ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમ તેમજ ખાનગી જીઓ અને શેલ સહિતના 361 પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. જોકે આ વચ્ચે જિલ્લા કલેકટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે દરેક પેટ્રોલ પંપ પર ઇંધણનો પૂરતો જથ્થો છે. જેથી લોકો ગભરાટમાં આવી પેટ્રોલ અને ડીઝલ પૂરાવવા ભીડ ન કરે. રાજકોટના અશ્વિનભાઈએ જણાવ્યુ હતુ કે, કોઠારીયા રોડ પર ભારત પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખલાસ થઈ ગયુ હતુ. જેથી અહીં સોરઠીયાવાડી પાસે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા આવ્યો છું. જેથી હું અહીં પેટ્રોલની ટાંકી ફૂલ કરાવવા આવ્યો છું. અહીં 200 જેટલા લોકોની લાઇન છે. જ્યારે આ જ ઇન્ડિયન ઓઈલના બાલાજી પેટ્રોલ પંપના સંચાલક હરેશભાઈ અણદાણીએ જણાવ્યું હતું કે, અઠવાડિયે 20000 લિટર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો આવે છે. જોકે આજે વહેલી સવારથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ પુરાવવા માટે લાઇન લાગી છે. અહીં ટુ વ્હીલરમાં રૂ.500 અને ફોર વ્હીલરમાં રૂ.2000 નું પેટ્રોલ પુરાવવા આપીએ છીએ. આ દરમિયાન શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસે 80 ફૂટ રોડ પર નાયરાનો પેટ્રોલ પંપ બંધ હાલતમાં જોવા મળ્યો હતો. સંચાલક સચિન પટેલે જણાવ્યું હતું કે, મારે દર બે દિવસે પેટ્રોલ અને ડીઝલનો 20,000 લિટરનો જથ્થો આવે છે જોકે શોર્ટ સપ્લાયને કારણે પેટ્રોલનું વેચાણ બંધ છે. હાલ અહીં ડીઝલનું વેચાણ ચાલુ છે. જોકે 24 માર્ચથી પેટ્રોલનો જથ્થો આવી જતા વેચાણ શરૂ થઈ જશે લોકોએ કોઈ પણ જાતની અફવામાં આવવાની જરૂર નથી. જ્યારે શહેરના મક્કમ ચોક પાસે આવેલા શેલના પેટ્રોલ પંપ પર પણ વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. અહીં ટુ વ્હીલર અને ફોર વ્હીલરની લાંબી લાઇનને લીધે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા થોડા સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત અંગે વહેતા થયેલા અહેવાલો બાબતે કલેક્ટર ડો. ઓમ પ્રકાશે નાગરિકોને ખાતરી આપતા જણાવ્યુ હતુ કે, જિલ્લાના તમામ પેટ્રોલ પંપો પર ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 264 અને શહેર વિસ્તારમાં 97 મળીને કુલ 361 પેટ્રોલ પંપ કાર્યરત છે. જેમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ- ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે. તેલ કંપનીઓ દ્વારા પણ પુરવઠો નિયમિત રીતે પૂરો પાડવામાં આવી રહ્યો છે.નાગરિકોએ ગભરાટમાં આવીને પેટ્રોલ પંપો પર ભીડ કરવાની જરૂર નથી.આ સાથે લોકો ગેરમાર્ગે ન દોરાય તેવી અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં ગેરકાયદે ગેસ રિફીલિંગ ઝડપાયું:વેરાવળના સુપાસી ગામે SOGએ દરોડો પાડી 30 સિલિન્ડર અને સાધનો જપ્ત કર્યા, એકની ધરપકડ
    Next Article
    બોટાદમાં અફવાને કારણે પેટ્રોલ પંપ પર ભીડ:સંચાલકોએ અછત ન હોવાની સ્પષ્ટતા કરી, અફવાઓથી દૂર રહેવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment