Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીનો લિસ્ટેડ બુટલેગર ઇરફાન બોટાદમાંથી ઝડપાયો:SOG ટીમે દબોચ્યો, તેના પર 28 ગુના નોંધાયેલા છે

    1 day ago

    અમરેલી જિલ્લાનો ફરાર લિસ્ટેડ બુટલેગર અને હિસ્ટ્રીશીટર ઇરફાન ઉર્ફે ટાલડી મહમદભાઈ ખીમાણી (ઉં.વ. 42) બોટાદમાંથી ઝડપાયો છે. સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ (SOG)ની ટીમે તેને દબોચી લીધો હતો. તે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતો ફરતો હતો. અમરેલી એસપી સંજય ખરાતની સૂચના હેઠળ SOG પીઆઈ બી.જી. ઈશરાણીની ટીમને બાતમી મળી હતી કે આરોપી બોટાદ વિસ્તારમાં છે. આ ચોક્કસ બાતમીના આધારે SOG ટીમે બોટાદ પહોંચી ઇરફાન ઉર્ફે ટાલડીને પકડી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઇરફાન ઉર્ફે ટાલડી અમરેલી જિલ્લાનો લિસ્ટેડ પ્રોહિબિશન બુટલેગર અને હિસ્ટ્રીશીટર છે. તેના વિરુદ્ધ ભૂતકાળમાં ખૂનના 2, હથિયાર ધારાના 4 સહિત અપહરણ, મારામારી, એટ્રોસિટી અને ઇંગ્લિશ દારૂના કબજા તથા હેરફેરના કુલ 28 ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, આરોપી વિરુદ્ધ અગાઉ વર્ષ 2009, 2017 અને 2019માં PASA હેઠળ અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીને આગળની કાયદેસર કાર્યવાહી માટે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના સિક્યુરિટી કોન્ટ્રાક્ટરનું માથું ફોડ્યું, રોડ પર લોહીથી લથબથ લાશ:નંદાસણમાં પિકઅપથી કારને ટક્કર મારી, રિક્ષામાંથી શખસો ઉતર્યા ને ફરી વળ્યા; ચોરીની બબાલમાં હત્યા
    Next Article
    ગારીયાધારની જાળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટનો મામલો:પ્રાથમિક શાળામાં પૂરતા શિક્ષકો ફાળવવાની માંગ સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ, હવન યોજી રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment