Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના સિક્યુરિટી કોન્ટ્રાક્ટરનું માથું ફોડ્યું, રોડ પર લોહીથી લથબથ લાશ:નંદાસણમાં પિકઅપથી કારને ટક્કર મારી, રિક્ષામાંથી શખસો ઉતર્યા ને ફરી વળ્યા; ચોરીની બબાલમાં હત્યા

    1 day ago

    મહેસાણાના નંદાસણમાં અમદાવાદના સિક્યુરિટી કોન્ટ્રાક્ટરનું માથું ફોડી નિર્મમ હત્યા કરાઈ હતી. પહેલાં પિકઅપ ડાલાથી મૃતકની કારને ટક્કર મારી બાદમાં પાછળ રિક્ષામાંથી 6-7 શખસો ઉતર્યા અને રાધેશ્યામ શર્મા પર ફરી વળ્યા. આ હિચકારા હુમલામાં અમદાવાદના નરોડામાં રહેતા રેમ્બો કંપનીના સિક્યુરિટી કોન્ટ્રાક્ટરનું મોત થઈ ગયું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે રાજપુરની સીમના રોડ પર લોહીથી લથબથ લાશ પડી હતી. અગાઉ રેમ્બો કંપનીમાં ચોરી કરવાના ઈરાદે આવેલા મોહસિન કુરેશી સાથે મૃતકની તકરાર થઈ હતી. આ બાબતે થયેલી બબાલનું મનદુઃખ રાખીને આ ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે. પિકઅપ ડાલાથી કારને ટક્કર મારી રાધેશ્યામ શર્મા પોતાની કાર લઈને નીકળી રહ્યા હતા તે સમયે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે એક પિકઅપ ડાલા વડે તેમની કારને જોરદાર જીવલેણ ટક્કર મારવામાં આવી હતી. કાર રોકાઈ જતાં જ પાછળ રિક્ષામાં આવેલા હુમલાખોરોએ રાધેશ્યામભાઈ પર ઘાતકી હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ તેમના માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. ચોરીના ઈરાદે આવેલા શખસ સાથે તકરાર થઈ હતી બનાવની જાણ થતાં જ જિલ્લા એસપી, કડી ડિવિઝનના DySP હાર્દિક પ્રજાપતિ સહિતનો પોલીસ કાફલો અને એફએસએલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસ અને ફરિયાદ મુજબ,અગાઉ રેમ્બો કંપનીમાં ચોરી કરવાના ઈરાદે આવેલા મોહસિન કુરેશી સાથે તકરાર થઈ હતી. આ ચોરી બાબતે થયેલી બબાલનું મનદુઃખ રાખીને આ ખૂની ખેલ ખેલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. 4 નામજોગ અને 2-3 અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધ્યો આ મામલે નંદાસણ પોલીસે ફરિયાદીની આપવીતીના આધારે ઇરફાન મિયાં ચૌહાણ, યુનુસ અર્ફે ચીખલી, મોઇન કુરેશી અને મોહસિન કુરેશી સહિત 4 નામજોગ તથા અન્ય 2થી 3 અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓને ઝડપી પાડવા માટે એલસીબી અને એસઓજીની અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જૂની અદાવતમાં આચરાયેલા આ ધાતકી હત્યાકાંડના ફરાર આરોપીઓ ક્યારે પોલીસની ગિરાફ્તમાં આવે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    'રેડમી નોટ 17' લોન્ચ:8,000mAhની બેટરી, 7 ઇંચ એમોલેડ ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 4 જનરલ 4 પ્રોસેસરથી સ્માર્ટફોન સજ્જ, કિંમત ₹27,999થી શરૂ
    Next Article
    અમરેલીનો લિસ્ટેડ બુટલેગર ઇરફાન બોટાદમાંથી ઝડપાયો:SOG ટીમે દબોચ્યો, તેના પર 28 ગુના નોંધાયેલા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment