Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગારીયાધારની જાળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટનો મામલો:પ્રાથમિક શાળામાં પૂરતા શિક્ષકો ફાળવવાની માંગ સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ, હવન યોજી રજૂઆત

    1 day ago

    આચાર્ય માંદગીની રજા પર, એક શિક્ષિકા પ્રસુતિ રજા પર છે,આગામી સમયમાં નિયમો મુજબ કાયમી શિક્ષકો અપાશે ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના જાળીયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટને કારણે માસૂમ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે જેમાં ધોરણ 1 થી 8 માં કુલ 175 બાળકો અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ શાળામાં પૂરતા શિક્ષકો જ ન હોવાના કારણે તેમના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ શાળામાં માત્ર 4 જ કાયમી શિક્ષકો છે, તેમાં પણ હાલ બે શિક્ષકો રજા પર હોવાથી માત્ર બે જ શિક્ષકો પૂરી શાળા ચલાવવી પડી રહી છે. અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ સંતોષકારક પગલાં ન લેવાતા આખરે ત્રાસી ગયેલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળામાં કાયમી શિક્ષકો મુકવામાં આવે તેવી પ્રબળ માંગ સાથે હવન યોજીને અનોખો વિરોધ નોંધાવ્યો છે, આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગોપાલ અઘેરા દ્વારા શાળાના શિક્ષકો ની ઘટ ને લઈ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જાળીયા પ્રાથમિક શાળામાં હાલ ફરજ પર બે શિક્ષકો છે, પરંતુ વિવિધ કારણોસર અન્ય શિક્ષકો રજા પર હોવાથી ઘટ ઊભી થઈ છે, સોમવારના રોજ જ્ઞાન સહાયક શિક્ષિકા રજા પર છે, તેમને ત્વરિત હાજર થવા સૂચના આપવામાં આવી છે, શાળાના આચાર્ય માંદગી સબબ રજા પર છે, જ્યારે પ્રતિક્ષાબેન નામના શિક્ષિકા પ્રસુતિ રજા પર છે, ગંભીર ગુના સબબ એક શિક્ષકને આ શાળામાંથી અન્યત્ર બદલી કરવામાં આવી છે, આગામી સમયમાં શિક્ષણ વિભાગની પારદર્શક નીતિઓ અને નિયમો મુજબ ભરતી કે બદલી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારે આ શાળાને નિયમિત શિક્ષકો મળી જશે તેમ તેમણે ઉમેર્યું હતું.,શાળામાં આશરે 175 જેટલા બાળકોની સંખ્યા હોવા છતાં પૂરતા શિક્ષકોના અભાવે સર્જાયેલી સ્થિતિ અંગે પૂછવામાં આવતા TPEOએ સ્પષ્ટ કર્યું હતું કે, જો શાળામાં શૂન્ય શિક્ષક થાય તો પગાર કેન્દ્ર શાળાના આચાર્યને કહીને વૈકલ્પિક વ્યવસ્થા કરી શકાય. પરંતુ હાલ સરકારની પારદર્શક નીતિઓ વિરુદ્ધ જઈને મનસ્વી રીતે શિક્ષક ફાળવવો શક્ય નથી. શાળામાં શિક્ષકોની ઘટ સામે ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવી છે. આ અંગે વાત કરતા ગોપાલ અઘેરાએ જણાવ્યું હતું કે, ગ્રામજનોના રોષને શાંત કરવા અને તેમને સરકારની પ્રવર્તમાન નીતિઓ તથા પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવા માટે સાથે મળીને સમજણ કેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીનો લિસ્ટેડ બુટલેગર ઇરફાન બોટાદમાંથી ઝડપાયો:SOG ટીમે દબોચ્યો, તેના પર 28 ગુના નોંધાયેલા છે
    Next Article
    'ગોલી મારો સાલો કો શિક્ષણ કે દલાલો કો':ABVPના કાર્યકરો કુલપતિની ઓફિસમાં ઘૂસ્યા, ગુજરાત યુનિ.ના પૂર્વ VC સામે મોરચો, 10.93 કરોડનું નુકસાન કર્યાંનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment