Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગોલી મારો સાલો કો શિક્ષણ કે દલાલો કો':ABVPના કાર્યકરો કુલપતિની ઓફિસમાં ઘૂસ્યા, ગુજરાત યુનિ.ના પૂર્વ VC સામે મોરચો, 10.93 કરોડનું નુકસાન કર્યાંનો આક્ષેપ

    1 day ago

    ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ કરેલી લ્હાણીને લઈને ABVP મેદાને આવ્યું છે. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા કાર્યકાળ પૂરો થયા બાદ વિવાદમાં સપડાયા છે. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ યુનિવર્સિટીના પૈસાની છૂટા હાથે લ્હાણી કરી હોવાનો ABVP દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યો છે. નીરજા ગુપ્તાએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક હંગામી કર્મચારીઓની હકાલપટ્ટી કરી પોતાના માનીતા કર્મચારીઓને નોકરી પર રાખી નિયમ વિરુદ્ધ પગાર ચૂકવ્યો છે. જેથી તેને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજે 7 ઑગસ્ટે ABVPના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ તેમની 3 વર્ષની ટર્મ દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના 10.93 કરોડ રૂપિયા વધારાના પગાર ખર્ચમાં વાપર્યા હોવાનો ABVP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી પૂર્વ કુલપતિએ ખુલ્લા હાથે કરેલી લ્હાણીને લઈને વિરોધ નોંધાવી ઇન્ચાર્જ કુલપતિ સમક્ષ રજૂઆત કરી હતી. ABVPની રજૂઆતને આધારે યુનિવર્સિટી દ્વારા ત્રણ સભ્યની તપાસ કમિટી બનાવવામાં આવી છે. જો કે તપાસ કમિટીનો રિપોર્ટ આવે તે પહેલા જ ફરી આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દેખાવો કરી કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગારીયાધારની જાળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટનો મામલો:પ્રાથમિક શાળામાં પૂરતા શિક્ષકો ફાળવવાની માંગ સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ, હવન યોજી રજૂઆત
    Next Article
    India vs Sri Lanka XI Warm-Up Match Day 1 LIVE Updates: Ravindra Jadeja Strikes, Sri Lanka XI Go 2 Down

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment