Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SOGની કાર્યવાહી:મેટોડામાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝબ્બે : 2.63 લાખનો મુદ્દામાલ કબજે

    11 hours ago

    મેટોડા જીઆઇડીસી વિસ્તારમાંથી રૂરલ એસોઓજીની ટીમે દરોડો પાડીને રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતાં શખ્સને દબોચી પોલીસે રિક્ષા અને 861 ગ્રામ ગાંજા સાથે કુલ 2.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રૂરલ એસઓજી પી.આઈ. એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ મયૂર વિરડાને ચોક્કસ બાતમી મળી હતી કે, એક શખ્સ રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરી રહ્યો છે. બાતમીના આધારે કાલાવડથી મેટોડા તરફ જતા રોડ પર વોચ ગોઠવી શંકાસ્પદ રિક્ષાને અટકાવવામાં આવી હતી. પોલીસે રિક્ષાચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ હાબીલ હનીફભાઈ બ્લોચ (ઉ.વ.24) જણાવ્યું હતું. પોતે મેટોડા જીઆઈડીસીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. આ શખ્સની તલાશી લેતા 861 ગ્રામ(કિંમત રૂ.43,000) ગાંજો મળી આવ્યો હતો. પોલીસે રિક્ષા, મોબાઈલ ફોન અને ગાંજો સહિત કુલ રૂ.2,63,050 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત આપી હતી કે, તે સુરતથી ગાંજાનો જથ્થો લાવીને મેટોડા વિસ્તારમાં રહેતા શ્રમિકો અને બંધાણીઓને છૂટકમાં વેચતો હતો. આ પહેલા પણ તે એક વખત સુરતથી ગાંજાની ખેપ મારી ચૂક્યો છે.
    Click here to Read More
    Previous Article
    વાવેતર:રાજકોટ જિલ્લામાં ઉનાળુ મગફળીની તુલનાએ તલનું બમણાથી વધુ વાવેતર
    Next Article
    ચેકિંગ ડ્રાઈવ:વાહનોમાં LED લાઈટના કેસ એક મહિનામાં 80% વધ્યા, સૌથી વધુ ઓવરલોડ વાહનોને 40 લાખનો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment