Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાવેતર:રાજકોટ જિલ્લામાં ઉનાળુ મગફળીની તુલનાએ તલનું બમણાથી વધુ વાવેતર

    12 hours ago

    સૌરાષ્ટ્રમાં ઓણસાલ ખરીફ મોસમમાં દેવદિવાળીએ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાય ગયો હતો. જોકે રવી સિઝનમાં ખેડૂતોને કમોસમી વરસાદનું વિઘ્ન નહીં નડતા ખેતીની મોસમ પૂર્ણ થતાં જ સિંચાઇની સુવિધા ધરાવતા ખેડૂતોએ ઉનાળુ વાવેતર પણ કરી લીધું છે. રાજકોટ જિલ્લામાં આ વર્ષે 5 માર્ચ સુધીમાં 15,179 હેક્ટરમાં ઉનાળુ વાવેતર થયું છે. ગત વર્ષે એપ્રિલ મહિના સુધીમાં 20,646 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું હતું. જોકે હજુ પણ વાવેતર ચાલુ હોય ઉનાળુ વાવેતર વધવાની સંભાવના છે. ઉનાળુ પાકમાં જિલ્લામાં ખેડૂતોએ મગફળીની તુલનાએ તલનું બમણું વાવેતર કર્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના આંકડા મુજબ 5 માર્ચ સુધીમાં જિલ્લામાં સરેરાશ 18,471 હેક્ટર વાવેતર વિસ્તાર સામે 15,179 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર પૂર્ણ થયું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ઉનાળુ પાકનું વાવેતર ગોંડલ તાલુકામાં 5,556 હેક્ટરમાં થયું છે. પાક મુજબ વાવેતર જોઈએ તો વર્ષ 2026ની ઉનાળુ સિઝનમાં 166 હેક્ટરમાં બાજરી, 1260 હેક્ટરમાં મગ, 348 હેક્ટરમાં અડદ, 2244 હેક્ટરમાં મગફળી, 5254 હેક્ટરમાં મગફળી, 519 હેક્ટરમાં ડુંગળી, 2073 હેક્ટરમાં શાકભાજી, 3201 હેક્ટરમાં ઘાસચારો, 76 હેક્ટરમાં સક્કરટેટી અને 74 હેક્ટરમાં તરબૂચનું વાવેતર થયું છે. હજુ પણ આગામી એકાદ અઠવાડિયા સુધી ઉનાળુ પાકનું વાવેતર ચાલુ રહેવાની શક્યતા છે. તાલુકા મુજબ ઉનાળુ પાકનો વાવેતર વિસ્તાર તાલુકો વાવેતર (હેક્ટરમાં) ધોરાજી 590 ગોંડલ 5566 જામકંડોરણા 1650 જસદણ 809 જેતપુર 2645 કોટડાસાગાંણી 543 લોધિકા 362 પડધરી 339 રાજકોટ 499 ઉપલેટા 1352 વીંછિયા 824 કુલ 15179
    Click here to Read More
    Previous Article
    ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો:મોડાસા-થરાદ એસટી બસનો ડ્રાઈવર દારૂ ઢીંચેલી હાલતમાં ઝડપાતાં સસ્પેન્ડ
    Next Article
    SOGની કાર્યવાહી:મેટોડામાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝબ્બે : 2.63 લાખનો મુદ્દામાલ કબજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment