Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો:મોડાસા-થરાદ એસટી બસનો ડ્રાઈવર દારૂ ઢીંચેલી હાલતમાં ઝડપાતાં સસ્પેન્ડ

    14 hours ago

    પાલનપુરના ચડોતર ગામ નજીક મોડાસા-થરાદ રૂટની એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં બસ આડીઅવળી ચલાવતો હોવાની જાણ કંડકટરે ડેપોને કરતા પોલીસે કાર્યવાહી કરી ડ્રાઈવરને ઝડપી લીધો હતો. બસમાં બેઠેલા 40થી વધુ મુસાફરોની જિંદગી જોખમમાં મુકનાર ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. પાલનપુરના ચડોતર નજીક મોડાસા-થરાદ રૂટની બસ નંબર જીજે-18-ઝેડટી- 1882 ના ડ્રાઈવર હરિચંદ્રસિંહ નટવરસિંહ જાડેજા (રહે.બેડઝ, દરબારફળી તા.મેઘરજ, જિ.અરવલ્લી) રાત્રે નવ વાગ્યાની આસપાસ 40 થી વધુ પેસેન્જર ભરેલ બસ આડીઅવળી હંકારી રહ્યો હોવાની જાણ બસના કંડકટર વિનોદકુમાર લક્ષ્મણભાઈ તરાલ દ્વારા થરાદ ડેપોને કરવામાં આવી હતી. થરાદ ડેપો મેનેજરે પાલનપુર ડેપો મેનેજર ચેતનભાઇ ચૌધરીને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને બ્રેથએનાલાઈઝર મશીન દ્વારા તપાસ કરતા ડ્રાઈવર હરિચંદ્રસિંહ દારૂ પીધેલ જણાયો હતો.જેના આધારે 112 મોબાઈલ ટીમને જાણ કરાતા પોલીસે ઝડપી લીધો હતો. તમામ પેસેન્જરોને થરાદની અન્ય બસમાં બેસાડવામાં આવ્યા હતા.પાલનપુર ડેપો મેનેજર ચેતનભાઇ ચૌધરીએ વિભાગીય નિયામક મુકેશભાઈ રાવલને રિપોર્ટ આપતા પરિવહન અધિકારી વિનુભાઈએ તેને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અંગ્રેજીના પેપરમાં એસે અને શોર્ટનોટ સરળ:ધો. 10માં અંગ્રેજી- દ્વિતિય ભાષાનું પેપર સરળ નીકળ્યું
    Next Article
    વાવેતર:રાજકોટ જિલ્લામાં ઉનાળુ મગફળીની તુલનાએ તલનું બમણાથી વધુ વાવેતર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment