Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં ધો.10ના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત:અભ્યાસના દબાણમાં સ્ટુડન્ટે ધાબા પરથી ઝંપલાવ્યાનો સ્કૂલનો દાવો, પરિવારજનોને મૃતક સાથે મારામારી થયાની આશંકા

    17 hours ago

    ગાંધીનગરની ઓમ લેન્ડમાર્ક સ્કૂલમાં ધોરણ-10ના 15 વર્ષીય અબુધ વિદ્યાર્થી વિવેક ઠાકોરે સ્કૂલના ધાબા પરથી કૂદીને આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. સમાજવિદ્યાનું પેપર આપીને સીધો બિલ્ડિંગની છત પરથી છલાંગ લગાવનાર આ માસૂમના કરુણ મોત પાછળ એક તરફ અભ્યાસનો તણાવ અને વાલીઓની અપેક્ષાઓનું દબાણ હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે તો બીજી તરફ પરિવારે હત્યાનો ગંભીર આક્ષેપ કરીને ઝીણવટભરી તપાસની માંગ કરી છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારીની ચર્ચા અને પરિવારના આક્ષેપો વચ્ચે ચિલોડા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ધાબા પરથી ઝંપલાવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર મગોડી ગામનો વિવેક સામાન્ય દિવસની જેમ જ શાળાએ સમાજવિદ્યા વિષયનું પેપર આપવા આવ્યો હતો. પરીક્ષા પૂરી થયા બાદ તમામ વિદ્યાર્થીઓ ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે વિવેક વર્ગખંડમાંથી બહાર નીકળીને સીધો બિલ્ડિંગના ધાબા પર પહોંચી ગયો હતો. કોઈ કંઈ સમજે કે તેને રોકે તે પહેલાં જ તેણે ધાબા પરથી નીચે પટકાઈને જીવન ટૂંકાવ્યું હતું. વિદ્યાર્થીના મોતની જાણ થતા જ પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા બિલ્ડિંગ પરથી પટકાવાને કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્કૂલ સંચાલકોએ તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં વિવેકને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો પરંતુ, ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. વિદ્યાર્થીના મોતની જાણ થતાં જ પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને તેમના આક્રંદથી હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરાશે આ ઘટનાની જાણ થતાં જ ચિલોડા પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ચિલોડા પીઆઈ એસ. જે. ચૌહાણે જણાવ્યું હતું કે, મૃતકના ભાઈની પ્રાથમિક પૂછપરછમાં વિવેકને ઘરે અભ્યાસ અને સારા ગુણ લાવવા માટે ટકોર કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. પરિવારના દબાણના કારણે તે સતત માનસિક તણાવમાં રહેતો હતો. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારજનો ઊંડા શોકમાં હોવાથી તેમની વિગતવાર પૂછપરછ બાકી છે. આ મામલે શાળાના શિક્ષકો, અન્ય વિદ્યાર્થીઓ અને CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવશે. પરિવારનો માર માર્યાનો આક્ષેપ, ઝઘડા અંગે પણ ચર્ચા આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતકના સગા જીગ્નેશ ઠાકોરે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, "વિવેક ત્રીજા માળેથી પડ્યો હોય તો તેનું માથું ફૂટી જવું જોઈએ પરંતુ, તેના બદલે તેનું પેન્ટ ફાટી ગયેલું છે અને દાઢીના ભાગે જ ઈજા છે. અમને શંકા છે કે તેને સ્કૂલમાં કોઈએ માર માર્યો હોવો જોઈએ. 15 વર્ષના છોકરાને આપઘાત કરવાનું કોઈ કારણ નહોતું, જેથી આ મામલે ઝીણવટભરી તપાસ થવી જોઈએ." બીજી તરફ શાળા વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે. પરીક્ષા આપ્યા બાદ વિવેકને અન્ય કોઈ વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હતો. સામેવાળા વિદ્યાર્થીને માથામાં વાગી જતાં વિવેક ગભરાઈ ગયો હતો અને સીધો બિલ્ડિંગ પર ચડી ગયો હતો. હાલમાં ચિલોડા પોલીસ દ્વારા આત્મહત્યા અને આક્ષેપોના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના આહલાદક વાતાવરણનો ડ્રોન VIDEO:પ્રવાસીઓએ વરસાદ અને વાદળો વચ્ચે માણ્યો કુદરતી નજારો, SOU આસપાસનું વાતાવરણ બન્યું રમણીય
    Next Article
    વરસાદે અમદાવાદને ઊંઘતું ઝડપ્યું, 15 PHOTO:કરોડોના બંગલા પણ પાણીમાં, દરિયામાં બોટની જેમ રોડ પર ગાડીઓ હિલોળે ચડી; દુકાનોમાં પાણી ઘૂસ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment